ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે હેલ્મેટ અપાશે

જામનગરઃ રાજ્યમાં RTO દ્વારા હેલ્મેટ અને PUCના નવા કાયદાની અમલવારી શરૂ થઈ છે. હેલ્મેટ પહેરવાથી ગમખ્વાર અકસ્માતમાં પણ આબાદ બચાવ થઈ શકે છે, ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં, હાપા માર્કેટિંગ યાર્ડના સભ્યો તેમજ ખેડૂતોને વિનામૂલ્યે હેલ્મેટ આપવામાં આવશે.

જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે હેલ્મેટ અપાશે

By

Published : Nov 14, 2019, 4:57 PM IST

હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાઘવજીભાઇ પટેલ અને વાઇસ ચેરમેન ધીરુભાઈ કાર્ય દ્વારા ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતોને હેલ્મેટ આપવામાં આવશે. જેથી કોઈ ખેડૂત અકસ્માતનો ભોગ ન બને. હાલ જામનગર આપા માર્કેટિંગ યાર્ડમાં દિલ્હીથી 3000 જેટલા હેલ્મેટ મંગાવવામાં આવ્યા છે. હાલમાં તમામ ખેડૂતો તેમજ હાપા માર્કેટિંગ યાર્ડના સભ્યો સહિતના લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે.

જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે હેલ્મેટ અપાશે

ABOUT THE AUTHOR

...view details