ગુજરાત

gujarat

ETV Bharat / state

ધ્રોલમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિવાદ, ખેડુતોમાં જોવા મળી નારાજગી - Farmers protest in Dhrol Marketing Yard

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે અધિકારીઓના તઘલખી ફરમાન સામે ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ ખાતે લાવેલા તમામ જથ્થો ગાડીમાંથી નીચે ઉતારવા ફરમાન કરાયું હતું. તેમજ જણાવાયું હતું કે, જો આ મગફળી સેમ્પલમાં પાસ થશે તો જ ખરીદી કરવામાં આવશે. જેને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.

Farmers protest
ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ખડુતોમાં જોવા મળી નારાજગી

By

Published : Oct 29, 2020, 2:40 AM IST

  • ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોમાં જોવા મળી નારાજગી
  • મગફળીનો તમામ જથ્થો વાહનમાંથી નિચે ઉતારવાને લઈ ખેડૂતો રોષે ભરાયા
  • અધિકારીઓના આ હુકમ સામે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા
    ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ખડુતોમાં જોવા મળી નારાજગી

જામનગરઃ જિલ્લાના ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે આવેલા ખેડૂતોને મગફળીનો તમામ જથ્થો નમૂના લેવા માટે વાહનમાંથી નીચે ઉતારવાનું અધિકારીઓ દ્વારા ફરમાન જાહેર કરવામાં આવતા ધરતીપુત્રો રોષે ભરાયા હતા અને અધિકારીઓના આ હુકમ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી રાજકોટ-જામનગર હાઈ-વે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાય હતા.

સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ધ્રોલ માર્કેટીંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં અધિકારીઓ દ્વારા ખેડૂતોને મગફળીના નમૂના લેવા માટે વાહનમાં રહેલો તમામ જથ્થો નીચે ઉતારવા જણાવવામાં આવ્યુ હતું.

ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ખડુતોમાં જોવા મળી નારાજગી

વાહનમાંથી જ મગફળીના નમૂના લેવા ખેડૂતોએ કરી વિનંતી

આ ઉપરાંત જણાવ્યું કે, જો સેમ્પલ પાસ થાય તો જ મગફળી સ્વીકારવામાં આવશે તેવું વલણ અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવતા ખેડૂતોએ અધિકારીઓને વાહનમાંથી જ મગફળીના નમૂના લેવા વિનંતી કરી હતી. જે સરકારી બાબુઓ દ્વારા માન્ય ન રખાતા ખેડૂતો રોષે ભરાયા હતા.

ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી હાઈ-વે પર ચક્કાજામ કર્યો હતો, જેથી મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મહા મુસીબતે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details