ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: કૃષિપ્રધાનના મતવિસ્તારમાં ખેડૂતોને નુકસાન, જગતના તાતે કરી સર્વેની માગ - farmers crop damage

રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેના લીધે રાજ્યના વિવિધ ડેમ અને નદીઓ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે. જામનગરમાં ભારે વરસાદના કારણે ખેતરામાં પાણી ભરાઈ જવાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

farmers
કૃષિપ્રધાનના મતવિસ્તારમાં ખેડૂતોને નુકસાન

By

Published : Sep 3, 2020, 11:04 PM IST

જામનગર: રાજ્યમાં આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જામનગરમાં ભારે વરસાદ પડતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. જોકે, રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, 33 ટકા જેટલું નુકસાન થયું હોય તેવા ખેડૂતોને વળતર આપવામાં આવશે.

કૃષિપ્રધાન આર.સી. ફળદુએ કહ્યું હતું કે, 15 દિવસમાં તમામ ખેડૂતોના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારે કૃષિપ્રધાનના મત વિસ્તારના ખેડૂતો જ મુશ્કેલીમાં મુકાયા છે.

કૃષિપ્રધાનના મતવિસ્તારમાં ખેડૂતોને નુકસાન

રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુના મત વિસ્તારના એટલે કે, ધુવાવ ગામના ખેડૂતો એવી માગ કરી રહ્યા છે કે, જે કર્મચારીને સર્વેની કામગીરી સોંપવામાં આવે તેમને ખેતી વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. ગત વર્ષે ખેતી વિષયનું જ્ઞાન ન ધરાવતા અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ હોબાળા પણ થયો હતો અને ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો.

કૃષિપ્રધાનના મતવિસ્તારમાં ખેડૂતોને નુકસાન

કૃષિ પ્રધાનના મતવિસ્તાર ધુવાવ ગામના ખેડૂતોએ મોટા પ્રમાણમાં કપાસ, મગફળીનું વાવેતર કર્યું છે. પરંતુ વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ ગયો છે. જામનગર પંથકમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

કૃષિપ્રધાનના મતવિસ્તારમાં ખેડૂતોને નુકસાન

ઉલ્લેખનીય છે કે, સર્વેની કામગીરી રાજ્ય સરકાર જે તે એજન્સીઓને સોંપતી હોય છે. એજન્સીમાં બિન અનુભવી કર્મચારીઓ ખેતી વિશેનું જ્ઞાન ધરાવતા હોતા નથી અને સર્વેની કામગીરી કરતા હોવાનું ગત વર્ષે બહાર આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details