જામનગર: સચાણામાં જમીન મુદ્દે ખેલાયું ધીંગાણું, 8 ઈજાગ્રસ્ત - latest news in jamnagar
જામનગરના સચાણા ગામે જમીન મામલે કૌટુંબિક ભાઇઓ વચ્ચે ઝઘડો થતા 8 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. તે તમામને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જામનગર : તાલુકાના સચાણા ગામમાં શનિવારના સવારે સામાન્ય બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે મારામારી થતા 8 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને 108 મારફતે તમામ ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ જૂથ અથડામણમાં કાસમ દાઉદ, રેશમા કાસમ, કાદર દાઉદ, અકબર દાઉદ, યાસ્મીન અકબર સહિતના 8 લોકોને બે એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.