ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈ-સ્ટેમ્પિંગ શરૂ થતા જામનગરના લોકોને ભારે હાલાકી, સ્ટેમ્પ વેન્ડરો આંદોલન કરે તેવી શક્યતા - Jamnagar District Collector Office

જામનગરઃ રાજ્ય સરકાર દ્વારા 1 ઓક્ટોબરથી ઈ-સ્ટેમ્પ પેપર શરૂ કરવામાં આવતા સ્ટેમ્પ વેન્ડરો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને હાલ બજારમાં ટિકિટોની પણ ભારે અસર જોવા મળી રહી છે.

Extreme trouble for people

By

Published : Sep 27, 2019, 6:48 PM IST

રાજ્યમાં ઈ-સ્ટેમ્પ શરૂ કરવામાં આવતા હાલ જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લાંબી લાઈનો જોવા મળી રહી છે અને સમયસર લોકોને સ્ટેમ્પ કેમ ન મળતા હોવાના પ્રશ્નો ઉઠી રહ્યા છે. સાથે જ લાઈટ જતી રહેવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ છે.

ઈ-સ્ટેમ્પિંગ શરૂ થતા જામનગરના લોકોને ભારે હાલાકી

જામનગરમાં 40 જેટલા સ્ટેમ્પ વેન્ડરો રાજ્ય સરકારના નિર્ણયથી નાખુશ છે અને વિરોધ પણ કરી રહ્યા છે, ત્યારે સ્ટેમ્પ વેન્ડરો માંગણી કરી રહ્યા છે કે, ઈ-સ્ટેમ્પિંગ બંધ કરવામાં આવે. જેથી સ્ટેમ્પ વેન્ડરોને રોજગારી મળી રહે અને ગ્રાહકોને પણ કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સમયસર કામ થઈ શકે.

ઈ-સ્ટેમ્પ મામલે નાયબ જિલ્લા કલેક્ટર હર્ષવર્ધનસિંહે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોમાં ઘણા સમય પહેલા ઈ-સ્ટેમ્પ વ્યવસ્થા અમલ બની ગઈ છે, ત્યારે સરકાર દ્વારા સર્વે પણ કરાવવામાં આવ્યો હતો. ડિજિટલ ઈન્ડિયામાં મોટાભાગના કામ ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details