ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્ને પૂનમબેન માડમની જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા - Railway Department

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્નની સંસદસભ્ય પૂનમબેન માડમ જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા કરી મહત્વના રૂટની ભારપૂર્વક ભલામણ કરી હતી.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્ને પૂનમબેન માડમની જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્ને પૂનમબેન માડમની જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા

By

Published : Dec 9, 2020, 2:25 PM IST

  • લાંબા અંતરની અને મહત્વની એકપણ ટ્રેનો બંધ ન કરવા સાંસદસભ્ય પૂનમબેન માડમનુ ખાસ સૂચન
  • પૂનમબેન માડમે રેલવેના પ્રશ્નને લઇને જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા કરી
  • ટ્રેનો યથાવત રાખવા પૂનમબેન માડમે સુચન કર્યુ

જામનગરઃ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે બાબતે સંસદ સભ્ય પૂનમબેન માડમે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. મહત્વના રૂટ બાબતે, નવી ટ્રેન બાબતે તેમજ મહત્વના સ્ટોપ આપવા બાબતે ભાર પૂર્વક ભલામણ કરી હતી સાથે સાથે લાંબા અંતરની અને મહત્વની ટ્રેનો યથાવત રાખવા પણ ભાર પૂર્વકનુ ભલામણ સાથેનુ સુચન કર્યુ હતુ.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્ને પૂનમબેન માડમની જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા

રેલવે બાબત પર પૂનમ બેને પ્રાધાન્ય આપ્યું

મહત્વની બાબત એ છે કે આ મીટિંગ દરમિયાન સંસદ પૂનમબેન માડમએ જામનગર અને દ્વારકા જિલ્લાના રેલવે યાત્રીકોની અનેકવિધ વધુ સુવિધા કરવાની બાબતને ખૂબજ પ્રાધાન્ય આપ્યુ હતુ. તે બાબત જનરલ મેનેજર સમક્ષ કરેલી ભલામણના દરેક મુદ્દા પરથી ફલિત થાય છે.

જનરલ મેનેજર આલોક કંસલ સાથે વિશેષ છણાવટ

જનરલ મેનેજર આલોક કંસલ જામનગરની મુલાકાત દરમિયાન રાજકોટ ડીવીઝનના DRM તેમજ સમગ્ર ટીમ સાથે સંસદસભ્ય પૂનમબેન માડમના નિવાસ સ્થાને મુલાકાતે આવ્યા હતા, ત્યારે રેલવેને લગતા મુદ્દાઓની વિશેષ છણાવટ કરી હતી. તેમજ યાત્રીકોની હજુ સુવિધા વધે તે માટે સંસદસભ્ય પૂનમબેન માડમએ મુદાસર અને વિસ્તૃત બાબતોની ભલામણ કરી હતી. સંસદસભ્ય પૂનમબેન માડમએ આ તકે ખાસ હાથ ધરેલી ચર્ચાઓ અને ભલામણામાં મુંબઇ સેન્ટ્રલ-રાજકોટ દુરંતો એક્સપ્રેસ ટ્રેન જામનગર સુધી લંબાવી દેવા,બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ ટ્રેન ઓખા સુધી લંબાવી દેવા, હાપા-બિલાસપુર-હાપા ટ્રેનને ઓખા સુધી લંબાવી દેવા રાજકોટ-રેવા-રાજકોટ ટ્રેનને ઓખા સુધી લંબાવી દેવાની બાબતોનો સમાવેશ થાય છે

નવી ટ્રેન શરૂ કરવા અંગે ભલામણ

ઉપરાંત સંસદસભ્ય પૂનમબેન માડમએ નવી ટ્રેન શરૂ કરવા અંગે ભલામણ કરી તેમાં ઓખા અને દિલ્હી - રાજકોટ વિભાગ વચ્ચેની ટ્રેન તેમજ સવારની ટ્રેન પોરબંદરથી રાજકોટથી વાસળીયા-જેતલસર થઈ જાય તે માટે જણાવ્યુ હતુ. કેમકે રાજકોટ સૌરાષ્ટ્રનું વ્યવસાય કેન્દ્ર હોવાથી જામજોધપુર તાલુકાના અનેક મુસાફરો તેમના રોજિંદા કામ માટે રાજકોટ જતા હોય છે. આ ટ્રેન કાનાલુસ-જામનગર રૂટ પરથી પસાર થાય છે માટે વાંસજાલીયા રૂટ માટે નવી ટ્રેન શરૂ કરવા જણાવ્યુ હતુ. ઉપરાંત પોરબંદર - હરિદ્વાર ટ્રેન વાંસજાળીયા - જેતલસર માર્ગ ઉપર જાય તે માટે પણ ભલામણ કરી છે

સ્ટેશનો પર લાંબા અંતરની ગાડીઓના સ્ટોપેજ બાબત
કાનાલુસ સ્ટેશન પર સોમનાથ ટ્રેનના સ્ટોપેજ માટે મોડપર સ્ટેશન પર - સૌરાષ્ટ્ર મેઇલ એક્સપ્રેસને સ્ટોપેજ માટે તેમજ ભાવનગર વિભાગ હેઠળ ભાણવડ સ્ટેશન પર પોરબંદર-સિકંદરાબાદ ટ્રેનના સ્ટોપેજની અને પોરબંદર-કોચુવાલી ટ્રેનના સ્ટોપેજની લાલપુર સ્ટેશન પર પોરબંદર-સિકંદરાબાદ ટ્રેનના સ્ટોપેજની અને પોરબંદર-કોચુવાલી ટ્રેનના સ્ટોપેજની અને પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેનના સ્ટોપેજની તેમજ કટકોલા સ્ટેશન પર - પોરબંદર -રાજકોટ એક્સપ્રેસના સ્ટોપેજની સંસદસભ્ય પૂનમબેન માડમએ ભલામણ કરી હતી.

આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમ એ એ જણાવ્યુ હતુ કે હાપા રેલ્વે સ્ટેશન પર ઘણા લાંબા અંતરની ટ્રેનો સમાપ્ત થાય છે આમાંની ઘણી ટ્રેનો વિચિત્ર કલાકો પર આવી અને રવાના થાય છે હાપા જામનગર શહેરથી દૂર હોવાથી મુસાફરોને ઘણી હાલાકી ભોગવવી પડે છે જે અંગે અગાઉની મીટિંગમાં સૂચન આપ્યું છે કે હાપા ખાતેની તમામ લાંબા અંતરની ટ્રેનો જામનગર લાવી શકાય છે.

અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • કોવિડ-19 રોગચાળા પહેલા, ઓખા ગોરખપુર ટ્રેનમાં ખંભાળીયા સ્ટેશન પર સ્ટોપેજ હતુ પરંતુ હવે આ સ્પેશિયલ ટ્રેન ખંભાળીયા સ્ટેશન પર અટકતી નથી. ખંભાળીયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જિલ્લા મથક છે, તેથી ખંભાળિયા ખાતે આ વિશેષ ટ્રેનનું સ્ટોપેજ આપવું જોઈએ.
  • દ્વારકાધીશ ખાતે રેલવે વિભાગ દ્વારા બુકિંગ કાઉન્ટર શરૂ કરાયું હતુ. જે લાંબા સમયથી બંધ છે અને આના કારણે યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માટે તરત જ તેને પ્રારંભ કરવો જરૂરી છે
  • જામનગર અને દ્વારકા જિલ્લાના રેલવે યાત્રીકોની સુવિધાઓ અવિરત હજુ વધારવાના ભાગરૂપે સંસદસભ્ય પૂનમબેન માડમએ મહત્વના મુદાઓની છણાવટ કરી હતી. તેમજ એક પણ ટ્રેન રદ થવી જોઈએ નહીં તેમ પણ ભારપૂર્વક જણાવ્યુ હતુ

ABOUT THE AUTHOR

...view details