જામનગરઃ હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનને લીધે અમૂક લોકોનું જનજીવન ખોરવાયું છે. તેમ છતાં મોટા ભાગના લોકો આ લોકડાઉનને સમર્થન આપી રહ્યાં છે. કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં લોકો લોકડાુનને સંપુર્ણ રીતે સમર્થન આપી રહ્યાં છે.
મોટી વાવડી ગામે Etv Bharatની ટીમ પહોંચી, તમામ ગ્રામવાસીઓએ લોકોડાઉનને આપ્યું સમર્થન - કોરોનાવાઈરસ
કોરોનાને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર ભારત દેશમાં લોકડાઉન છે. ત્યારે Etv ભારતની ટીમ બુધવારે કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામે પહોંચી હતીં. આ દરમિયાન જોયું કે લોકો સ્વભું પોતાના વેપાર ધંધો બંધ રાખીને લોકડાઉનને સમર્થન આપી રહ્યાં છે.
![મોટી વાવડી ગામે Etv Bharatની ટીમ પહોંચી, તમામ ગ્રામવાસીઓએ લોકોડાઉનને આપ્યું સમર્થન jamnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6621533-515-6621533-1585737654116.jpg)
jamnagar
Etv Bharatની ટીમ કાલાવડના મોટી વાવડી ગામે પહોંચી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે, ગામમાં ચકલું પણ ફરકતું નહોતું, તમામ ગ્રામવાસીઓ ઘરમાં રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનું પાલન કરી રહ્યાં છે.
ગામના લોકો જરૂરિયાત વગર ઘરની બહાર નિકળતા નથી. તેમજ પોલીસ પણ તેમની જવાબદારી નિભાવી રહી છે.