ગુજરાત

gujarat

ETV Bharat / state

19 વર્ષે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર રમેશ જોગલના પરિવાર સાથે ETV ભારતની ખાસ વાતચીત... - જામનગરના વીર રમેશ જોગલ

જામનગર: સામાન્ય પરીવારમાંથી આવતા તેમજ એક સામાન્ય ખેડૂતને ત્યાં વીર રમેશનો જન્મ થયો હતો. નાનપણમાં પિતાના પ્રેમથી વંચિત 'બાપા' પણ બોલતા નહોતું આવડતું. ઘરની પરિસ્થિતી ખુબ જ ગંભીર પરંતુ સામાન્ય ઘરમાં જન્મ લઈ ખુબ જ હોંશિયાર અને ધોરણ 10, 12 સાયન્સમાં 75 ટકા સાથે ઉતીર્ણ થઈ સારું પરિણામ મેળવી પોતાના પરીવારનો વિચાર કર્યા વગર દેશની સેવા માટે નીકળ્યો તે દેશનો બહાદુર પુત્ર એટલે શહીદ અમર વીર રમેશ જોગલ.. જેમને ડૉકટર, એન્જિનીયર, શિક્ષક કે પછી ચાર દિવાલ વચ્ચે કે AC કે પંખા નીચે બેસીને નોકરી કરવાનું પસંદ ન હતું. એમને તો બસ દેશ ભાવનાથી દબોદબ ભરેલું જીવન દેશને સમર્પણ કરવું હતું. જેઓ ફક્ત 19 વર્ષની ઉંમરે કારગિલ યુદ્ધમાં શહિદ થયા હતા.

jamnagar

By

Published : Jul 26, 2019, 5:22 PM IST

રમેશ જોગલ ટ્રેનિંગમાં ખુબ જ સાહસિક, બધાંથી આગળ તેમજ ફાયરિંગમાં પ્રથમ નંબર પર મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ ટ્રેનિંગ પાસ કરી રજા મળીને 2-4 દિવસની રજા માંડ ભોગવી ત્યાં તો યુદ્ધના ડંકા વાગ્યા અને સમાચાર મળતા જ સામાન પેક કરીને મા અને પિતાતુલ્ય મોટા ભાઈને પગે લાગીને દેશ સેવા કરવા નીકળી ગયા હતા. શહીદ રમેશ જોગલ રાત્રે જ ટ્રેનમાં બેસીને 141 બટાલિયનમાં હાજર થયા હતા.

19 વર્ષે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર રમેશ જોગલના પરિવાર સાથે ETV ભારતની ખાસ વાતચીત...

કુલ 125 તોપમાંથી સાહસિક હોવાને કારણે 1 તોપ પર બહાદુર યુવાનને સ્થાન આપવામાં આવ્યું હતું. 'કરો યા મરો' ની સ્થિતિ હતી... સામે મોત છે છતાં પીછે હટ્યા વગર ધડા ધડ એક પછી એક ગોળાની ટક્કર કરતા કરતા ઘણા પાકિસ્તાનીઓને મોતને ઘાટ ઉતાર્યાં હતાં.

પાકિસ્તાનને ધૂળ ચટાવી...ત્યાં તો પ્રથમ તોપ પાસે જ પાકિસ્તનનો ગોળો પડ્યો અને બહાદુર જવાન રમેશ જોગલે પોતાનો અંતિમ શ્વાસ લીધા હતા. 'જય હિન્દ' અને 'આગે બઢો કહેતા કહેતા' સાથી જવાનોને હિંમત આપીને દેહ છોડ્યો. આમ આ જવાન ફક્ત 19 વર્ષની ઉંમરે દેશ માટે શહીદી વહોરી હતી અને આ કારગિલ યુદ્ધમાં દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details