- શ્વાન ચોકલેટ કંપનીમાં કામ કરતા કર્મીચારીઓનો પગાર ન આપત નોંધાયો વિરોદ્ધ
- કામદારો કામથી અળગા રહ્યા હતા
- પગાર આપવાની બાંહેધરી આપવામાં આવતા તમામ કામદારો કામે લાગ્યા
જામનગર:નાઘેડી પાસે આવેલા શ્વાન ચોકલેટ કંપનીમાં કામ કરતા અડધો પગાર કંપનીએ કાપી લેતા કામદરોએ વિરોધ કર્યો હતો. જો કે બોપર સુધી તમામ કામદારો કામથી અળગા રહ્યા હતા અને બપોર બાદ કંપની દ્વારા પગાર આપવાની બાંહેધરી આપવામાં આવતા તમામ કામદારો કામે લાગ્યા હતા.
આ પણ વાંચોઃ સુરત: સમયસર પગાર ન મળતા 200 જેટલા હેલ્થ વર્કરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો
ચોકલેટ કંપનીના મૅનેજર ટેલિફોનિક વાતચીત કરી
લોકડાઉન બાદ કર્મચારીઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. તો બીજી બાજુ શ્વાન કંપનીએ 200 જેટલા કામદારોનો 15 દિવસનો પગાર જ કાપી લીધો છે. જો કે કંપનીના મેનેજર વિરલ શાહે સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, કામદરોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. જો કે મીડિયા સમક્ષ કાઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કામદારોનો પગાર કાપી લેવામાં આવતા તમામ કામદારો રસ્તા પર આવી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
ખાનગી કંપની દ્વારા 15 દિવસનો પગાર કાપતા કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ આ પણ વાંચોઃજામનગરમાં રોષે ભરાયેલાં કર્મચારીઓએ નનામી કાઢી તંત્રનો કર્યો વિરોધ
200 જેટલા કર્મચારીઓએ રસ્તા પર આવી ગયા
ચોકલેટ બનાવતી કંપનીમાં મોટા ભાગની મહિલાઓ કામ કરે છે. મહિલાઓએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, કંપનીએ 15 દિવસનો પગાર કાપ્યો હતો. જેના કારણે એમે મુશ્કેલીમાં મુકાયા છીએ એક તો કોરોના મહામારીના કારણે તમામ કામધધા બંધ હાલતમાં છે અને ઉપરથી કંપની દ્વારા પગાર કાપી લેવામાં આવતા ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે