વર્ષો પહેલા બ્રાઝીલથી આવેલ એક પ્રવાસી ભાવનગરના રાજા પાસેથી એક ગીર ગાયનું વાછરડું પોતાના દેશમાં લઈ ગયો હતો અને 25-30 વર્ષમાં આ ગીર ગાયની ઓલાદથી દેશમાં દૂધ અને ઘી મોટા પ્રમાણમાં થતા દેશની ઇકોનોમિકમાં સીધો ફાયદો થયો હતો. જામનગરની બાજુમાં આવેલ લાખાબાવળ ગામે ગીર ગાયને બચાવવા માટે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પ્રોફેસરે ધુણી ધખાવી છે.
ગાય ,ગામડું અને ગૌરી ત્રણેય ભારતની જીવાદોરી, જે બદલશે ભારતની GDP ઇકો વિલેજ બનાવી વેદ ગર્ભ વિધાન નામે આશ્રમ ખોલ્યો છે. અહીં જુદા જુદા રોગના દર્દીઓને આયુર્વેદીક ઉપચાર પણ આપવામાં આવી રહ્યા છે અને ગામડું ફરી જીવિત થાય લોકો ગામડું છોડી શહેર તરફ જે પ્રકારે દોડ લગાવી રહ્યા છે. તેના કરતા ગામડામાં રહી ઓરીજનલ ગીર ગાયનું પાલનપોષણ કરે તો પણ દેશની ઈકોનોમીમાં ફાયદો થઈ શકે છે.
આજે ભારતમાં યુવકો કોર્પોરેટ જગતમાં કરોડો રૂપિયાનો પગાર ઠુકરાવી દેશની ઇકોનોમીને મજબૂત કરવા માટે પશુપાલન કરી રહ્યા છે. વર્ષે લાખો રૂપિયા પણ કમાઈ રહ્યા છે અને ખરાઅર્થમાં દેશની સેવા કરી રહ્યાં છે. અહીં ઇકો વિલેજમાં પાંચ મડ હાઉસ બનાવવામાં આવ્યા છે. જેમાં ગાયના છાણથી દીવાલ રંગરોગાન કરવામાં આવ્યું છે. તો મડ હાઉસની અંદર એસીથી લઈ તમામ સુવિધા પણ રાખવામાં આવી છે.
વેદ ગર્ભ વિહાર આશ્રમમાં ગર્ભ સંસ્કાર પણ કરવામાં આવે છે તો અહીં નિયમિત યોગા થાય છે. સિટીના ઘોંઘાટવાળા વાતાવરણથી દૂર ઓરિજન ગામડું બનાવવામાં આવ્યું છે. હાલ વેદ ગર્ભ વિહાર આશ્રમમાં 14 જેટલી ઓરિજન ગીર ગાય રાખવામાં આવી છે. ગાયના ગૌમુત્રમાંથી રાસાયણિક દવા બનાવવામાં આવી રહી છે. મહાત્મા ગાંધી એવું કહેતા કે ભારતનો આત્મા ગામડું છે. જ્યાં સુધી ગામડાનો વિકાસ નહિં થાય ત્યાં સુધી દેશ આગળ નહિ વધી શકે.
ખાસ કરીને ગામડાની મહિલાઓ સ્વનિર્ભર બને તે માટે એક મહિલાઓની મંડળી પણ બનાવવામાં આવી છે. તમામ મહિલાઓ ગાયના ગૌમુત્રમાંથી ખેતીમાં વપરાતી દવા બનાવે છે તો છાણમાંથી ખાતર બનાવી વર્ષે 20 લાખનું ટર્ન ઓવર કરી રહી છે. કામધેનુ દિવ્યઓષધી મહિલા સહકારી મંડળીમાં મોટા ભાગે આજુબાજુના ગામડાની મહિલાઓ જોડાયેલી છે. આ મંડળી અનેક મહિલાઓને રોજગારી પણ આપી રહી છે.