ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરને બનાવો નંબર વન, ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2022ના સર્વેમાં - Ease of Living Index Survey 2022

જામનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવાની ઝુંબેશ માટે તંત્રએ (Jamnagar Smart City) આયોજન કર્યું હતું. મનપાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ જામનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવામાં સર્વેમાં જોડાવા શહેરીજનોના સહયોગની અપીલ કરી હતી. (Ease of Living Index)

જામનગરને બનાવો નંબર વન, ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2022ના સર્વેમાં
જામનગરને બનાવો નંબર વન, ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2022ના સર્વેમાં

By

Published : Dec 16, 2022, 7:33 PM IST

જામનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવાની ઝુંબેશ...

જામનગર : શહેરને સ્માર્ટ સિટી બનાવવાની ઝુંબેશ માટે આજે મહાનગરપાલિકા ખાતે મનપાના મેયર બિના કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, મનપાના કમિશનર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મનપાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ જામનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવામાં સર્વેમાં (Jamnagar Smart City) જોડાવા શહેરીજનોના સહયોગની અપીલ કરી હતી. (Ease of Living Index Jamnagar)

ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષની શરુઆત ભારત સરકાર દ્વારા મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ વિભાગ સને 2018માં ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ સર્વેમાં 111 શહેરોને સ્માર્ટ સીટી તરીકે જાહેર કરવામાં આવેલ હતા. તારીખ 30 મે 2022ના પત્રથી મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ વિભાગ દ્વારા ઇઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2.0ની શરૂઆત કરવામાં આવી છે. (Smart City in Gujarat)

ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્સ બે ભાગમાં સમગ્ર દેશમાંથી કુલ 266 શહેરોનો સમાવેશ કરવામાં આવેલ છે. ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2.0ને બે ભાગમાં વહેંચવામાં આવેલ છે. જેમાં પ્રથમ તબક્કામાં સંબંધિત શહેરનો ડેટાબેઝ અર્બન આઉટકમ ફ્રેમવર્ક (UOF) પોર્ટલ દ્વારા તારીખ 01મી સપ્ટેમ્બર 2022થી તારીખ 15મી સપ્ટેમ્બર 2022 સુધી એકત્રિત કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ગુજરાતમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 11 વિભાગોની માહિતી નિયત ફોરમેટમાં સૌ પ્રથમ સબમિટ કરેલ છે. (Smart City in India)

આ પણ વાંચોગુજરાતનું સૌથી મોટું સ્માર્ટ પાર્કિંગ, 1000 થી વધુ કારને પાર્ક કરી શકાશે

કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત પ્રમાણપત્રભારત સરકાર દ્વારા મીનીષ્ટ્રી ઓફ હાઉસિંગ (Ministry of Housing) અને અર્બન અફેર્સ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં તારીખ 10મી નવેમ્બર 2022થી ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ 2022ના ભાગ રૂપે બીજા તબક્કામાં સિટીઝન પર્સેપ્શન સર્વે માટેનીમાર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવેલ અને તે અન્વયે વિડીયો કોન્ફરન્સથી તાલીમ આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના કારણે આ સર્વે તારીખ 09મી ડિસેમ્બર 2022થી 22મી જાન્યુઆરી 2022 સુધી ઓનલાઇન તેમજ ઓફલાઈન માધ્યમથી શરુ થઇ ગયેલ છે. આજદિન સુધીમાં સીટીઝન પરસેપ્શન સર્વેમાં જામનગર શહેરના 5200થી વધુ લોકોએ ઉત્સાહ પૂર્વક ઓનલાઈન ફીડબેક આપેલ છે અને કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત પ્રમાણપત્ર મેળવેલ છે. (Ease of Living Index Survey 2022)

શહેરની સ્થિતિ જાણવા માટે આ સર્વેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, હવા, પાણી, વીજળી વિગેરે જેવી પ્રાથમિક સુવિધાઓની જામનગર શહેરમાં શું સ્થિતિ છે. તેને લગત અંદાજે 17 જેટલા સામાન્ય વૈકલ્પિક પ્રશ્નોના ઓનલાઈન જવાબો આપીને સબમિટ કરવાના હોય છે. ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સફીડબેક આપવા માટે સર્વપ્રથમ લીંક QR Code સ્કેન કરશો સૌ પ્રથમ ભાષા પસંદ કરી અને વ્યક્તિ ગત પ્રાથમિક માહિતી દાખલ કરી જામનગર શહેર માટે (ULB) કોડ નંબર - 802516 અચૂક દાખલ કરવો. ત્યારબાદ જામનગર શહેરમાં આપને મળતી પ્રાથમિક સવલતો અન્વયે 17 પ્રશ્નો અંગે કોઈપણ એક વિકલ્પ પસંદ કરીને ફીડબેક આપવાનો રહેશે. ફીડબેક આપ્યા બાદ સબમિટ પર ક્લિક કરવાથી તુરંત જ કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત પ્રમાણપત્ર આપ ડાઉનલોડ કરી શકશો. (Primary facility in Jamnagar)

આ પણ વાંચોSurat ranks first in Smart City : સુરત ફરી બન્યું દેશનું નંબર વન સ્માર્ટ સિટી

શહેરી જનોને અપીલ જામનગર શહેરમાં કાર્યરત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓમાં, જિલ્લા શિક્ષણ વિભાગની તમામ કોલેજો, ખાનગી શાળા તેમજ કોલેજો સહિત સૌ નગરજનો ઉક્ત સર્વેમાં ભાગ લે અને જામનગર શહેર સ્માર્ટ સિટી મિશનમાં પ્રથમ ક્રમાંકે આવે તે માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી નમ્ર અપીલ કરવામાં આવે છે. (Jamnagar City Smart City)

ABOUT THE AUTHOR

...view details