ગુજરાત

gujarat

ETV Bharat / state

કાલાવડ પંથકમાં ફરી ધરા ધ્રૂજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ

જામનગર જિલ્લામાં ફરી ધરા ધ્રુજી છે. ખાસ કરીને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ભૂકંપ
ભૂકંપ

By

Published : Sep 13, 2020, 1:10 PM IST

જામનગર : જિલ્લામાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ઓછી નોંધાઈ છે અને કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ગઈ કાલે શનિવારે બપોરે ત્રણ વાગ્યે પ્રથમ આંચકો રિક્ટર સ્કેલ પર 1.7ની તીવ્રતા, બીજો આંચકો 2.3ની તીવ્રતા, ત્રીજો આંચકો 2.7ની તીવ્રતા, ચોથો આંચકો 1.9ની તીવ્રતાનો જ્યારે પાંચમો આંચકો 2.4ની તીવ્રતાનો નોંધાયો હતો.

ઉપરાંત રાત્રે પણ બે આંચકા અનુભવાયા હતા. રાત્રે પ્રથમ આંચકો 1.9ની તીવ્રતાનો નોંધાયો હતો, જ્યારે બીજો આંચકો 1.9ની તીવ્રતા નોંધાયો હતો. જામનગર જિલ્લામાં સતત છેલ્લા ત્રણ મહિનાથી ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. જેના કારણે લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. આ ભૂકંપના આંચકા રાત્રે તેમજ ગઈકાલે જે અનુભવાયા તેનું કેન્દ્ર બિંદુ જામનગર તથા કાલાવડ વચ્ચે જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details