જામનગરઃ શહેર પોલીસ વડા શરદ સિંઘલ ખુદ રાઉન્ડ ધી ક્લોક રસ્તા પર જોવા મળી રહ્યા છે અને જામનગરના અલગ અલગ વિસ્તારોમાં સ્થળ તપાસ કરી રહ્યા છે. બેફામ રીતે ટહેલવા નીકળતા લોકો તેમજ વાહનો લઈને બહાર આવનારા લોકોને વાહનો સાથે ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે તે વિસ્તાર માં જઈ લોકો ઘરની બહાર નીકળે તેવા હેતુથી ડ્રોન દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
બહાર નીકળતા લોકો પર પોલીસની ચાંપતી નજર, પકડાશો તો પાસપોર્ટ થઈ જશે રદ...
21 દિવસ માટે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાઈસરની દહેશત લોકોમાં જોવા મળી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના જામનગર ખાતે લોકો બેફામ ઘરની બહાર ન નીકળે, તે માટે જામનગર પોલીસ વધુ સજાગ બની છે. જામનગર પોલીસ લોકો પર ડ્રોનથી દેખરેખ રાખવામાં આવશે.
રાજ્યના પોલીસે વડાએ જણાવ્યું કે, પ્રજાએ આ અંગે ગંભીરતા દાખવવી જોઈએ તેમજ યુવાનોને પણ લટાર ન મારવા માટેની ટકોર કરી હતી. તેમજ કોઈ કારણ વગર બહાર નીકળતા પકડાયા કે ફોટોમાં દેખાશે તો પોલીસ છોડશે નહી. યુવાનોને ચેતવણી આપતા કહ્યું કે, કોઈ યુવાન ફરતા લટાર મારતા કે પછી કારણ વગર બહાર દેખાશે તો તેની કારકિર્દી ખતરામાં આવશે. તેમનો પાસપોર્ટ નહી બની શકે. જો બનેલો હશે તો પાસપોર્ટ કેન્સલ પણ થઇ શકશે. ગુજરાત પોલીસ ડ્રોન કેમેરા મારફતે નિરીક્ષણ કરશે અને વિસ્તારના ફોટા લેશે. આ ફોટામાં કોઈ ઘરની બહાર ટોળા દેખાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોકડાઉનના સંજોગોમાં પોલીસ સુરક્ષાની જવાબદારી નિભાવી રહી છે. ત્યારે પ્રજાને પણ આ વાત સમજવી જરૂરી છે અને પોલીસને સાથ આપતા ઘરમાં રહી દેશના નાગરિકોએ પોતાની જવાબદારી નિભાવી જોઈએ.