• જામનગરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું
• માઇનસ 9.4 ડીગ્રી ઠડી
• ઠંડીથી કોઈ ભિક્ષુકનું અવસાન ન થાય તે માટે મનપા દ્વારા કામગીરી
જામનગર : શહેરમાં કાતિલ ઠંડીથી સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. ત્યારે ફૂટપાથ ઉપર વસવાટ કરતા લોકોને મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમના માટે સંસ્થા દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
જામનગરમાં વધતી ઠંડીને કારણે 8 ભિક્ષુકોને શેલ્ટર હાઉસમાં શિફ્ટ કરાયા હાપામાં આવેલ શેલ્ટર હાઉસમાં તમામ સુવિધાઓ આપવામાં આવી
જામનગરમાં કાતિલ ઠંડીની શરુઆત થઈ ચૂકી છે, ત્યારે શહેરમાં અમુક સ્થળોએ ઘરવિહોણા ગરીબ, ભિક્ષુકો ફૂટપાથ ઉપર વસવાટ કરી રાતવાસો કરતા હોય છે. આથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરના તળાવની પાળ, ટાઉનહોલ, ભીડભંજન મહાદેવ મંદિરની ફૂટપાથ ઉપર રાતવાસો કરતા 8 લોકોને શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા હતાં.
જામનગરમાં વધતી ઠંડીને કારણે 8 ભિક્ષુકોને શેલ્ટર હાઉસમાં શિફ્ટ કરાયા ફૂટપાથ પર રહેલા ભિક્ષુક ઠંડીનો ભોગ ન બને તે માટે લેવાયો નિર્ણય
આ તમામને ત્યાં રુમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત બપોર અને સાંજના ભોજનની વ્યવસ્થા પણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જોકે, આ આવકારદાયક નિર્ણયમાં અમુક ભિક્ષુકો પોતાનું જાહેર રહેઠાણ છોડવા તૈયાર થતા નથી. જોકે, માત્ર 8 લોકો શેલ્ટર હાઉસમાં જવા માટે સહમત થયા હતાં.