જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે દરેડમાં આવેલું મંદિર પાણીમાં ગરકાવ - Jamnagar Rain News
જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે આસ્થાનું પ્રતીક ગણાતું દરેડમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર જે ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું હતું. આ મંદિરને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોનો મેડાવળો જોવા મળતો હોઇ છે. પરંતુ આ વર્ષે હાલની પરિસ્થિને ધ્યાને લઇ લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જામનગરઃ શહેરમાં આસ્થાનું પ્રતીક ગણાતું દરેડમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર જે વરસાદના કારણે ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું છે. આ મંદિરને જોવા માટે લોકો દર વર્ષે મોટી સંખ્યામાં ઉંમટતા હોય છે. જો કે, આ વખતે કોરોનાની મહામારીના કારણે અહીં લોકોની આવન-જાવન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ અપાયું છે, ત્યારે જામનગર જિલ્લામાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે મોટા ભાગની નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે અને જળાશયો પણ ઓવરફ્લો થયા છે. જામનગરના દરેડ પાસેથી પસાર થતી રંગમતી અને નાગમતી નદીની વચ્ચે આવેલા ખોડિયાર માતાજીનું મંદિર ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું છે.