જામનગરઃ આખી દુનિયામાં કોરોના વાઈરસના લાખો લોકોનો જીવ તાળવે ચોંટ્યા છે. વિશ્વના લગભગ બધા જ દેશો કોરોનાની દવા અને રસીની શોધમાં પોતાનાથી બનતા પ્રયત્નો કરી રહ્યા છે. આવા સમયમાં ભારતના નિષ્ણાતો ભારતની પ્રાચીન આયુર્વેદિક ઉપચાર પદ્ધતિથી કોરોના વાઈરસ જેવી મહામારીને નાથવાના પ્રયત્ન કરી રહ્યા છે.
સૂંઠથી દૂર ભાગશે કોરોના વાઈરસ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ ! - dry ginger
જામનગરમાં વિશ્વની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે. આયુર્વેદિક યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર હિતેષ જાનીએ કોરોના વાઈરસથી બચવા માટે એક તોડ આપ્યો છે. જેમાં ફક્ત એક ચપટી સૂંઠથી કોરોનાને હરાવી શકાય છે.
કચ્છના માધાપરમાં મોટાભાગના લોકો NRI સાથે કોઈકને કોઈક રીતે સંકળાયેલા છે. માધાપર ગામમાં કોરોના ત્રણ પોઝિટિવ કેસ જાહેર થયા હતા જે પૈકી એક દર્દીનું મૃત્યુ થતા આખા ગામને કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ફેરવી દેવાયુ છે. દોઢ લાખની વસતિ ધરાવતા આ ગામના બે વિસ્તારોમાં તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશ ખડોલના સહયોગથી મુખ્ય કાર્યકર્તા અરવિંદ ઠક્કર અને અરુણ ભાઈ ચૌહાણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઈરસથી બચવા સૂંઠના પાવડરનું વિતરણ કરી રહ્યા છે અને આ સૂંઠના પાવડર નો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે ઘરે ઘરે ફરી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે.
આ પ્રયોગમાં તમારે ફક્ત એક ગ્રામ સૂંઠનો પાવડર દિવસમાં બે વાર જીભ પર મુકવાનો છે. થોડી વારમાં તે લાળ સાથે ભળી સમગ્ર મુખ અને ગળા સુધી ફેલાયેલી લસિકાગ્રંથિ દ્વારા તેની અસરથી આખું શુદ્ધ કરી નાખશે. પાંચ મિનિટ સૂંઠ મોઢામાં રાખવાની છે અને પછી ગળે ઉતારી દેવાની છે. આ સુંઠનું રસ પાચન તંત્રમાં પણ મદદ કરે છે. આ પ્રયોગથી નવો કાચો કફ થતો જ નથી અને ઇન્ફેક્શનથી બચી શકાય છે.
આ ઉપરાંત ફક્ત મગના દાણા જેટલો સૂંઠનો પાઉડર લઈ દિવસમાં એકવાર નાક દ્વારા સુઘવાનો છે. સૂંઠ ઉષ્ણ અને વિશિષ્ટ ગુણોને કારણે નાસિકા દ્વારા તે શરીરમાં અંદર સુધી પહોંચી ત્યાંથી ચોંટેલા કફને પીગળાવી બહાર કાઢે છે.
સૂંઠનો પાવડર ફેફસાને પણ સાફ કરે છે. જેથી ઇન્ફેક્શન અંદર પ્રવેશતા અટકે છે. એ વાત જાણવા જેવી છે કે. કોરોના વાઈરસનું નાક અને મુખ દ્વારા પ્રવેશ થતાં શ્વાસ નળી અને પછી ફેફસા અને ગળાને દૂષિત કરે છે. જેથી ફેફસા પાસેની લસિકા લીક થાય અને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ માણસ મૃત્યુ પામે છે. જેથી કોરોના પ્રવેશે છે તેના માટે સૂંઠનો પાઉડર સૂંઘવાથી અને ગળામાં જીભ પર બે ટાઈમ એક ચપટી સૂંઠનો પાઉડર મૂકવાથી કોરોના ઇન્ફેક્શન સામે ચોક્કસ રક્ષણ મળે છે.