જામનગર : જામનગર વાસીઓને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોશીએ શનિવારના રોજ ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જો કે, પીવાના પાણી સાથે ગટરના ગંદા પાણી ભરતા હોવાની પણ અગાઉ ફરિયાદ ઉઠી હતી. એક બાજુ કોરોનાના સંક્રમણનો ભય જોવા મળી ગયો છે.
જામનગર: પીવાનું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદને પગલે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લીધી
જામનગર શહેરમાં પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થતી હોવાની ફરિયાદ અનેક સોસાયટીઓમાં ઉઠી હતી. શહેરમાં ડહોળા પાણીની ફરિયાદ અન્વયે આજરોજ ખિજડિયા ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લેતા ચેરમેન સુભાષભાઈ જોશી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
જામનગર
ખાસ કરીને ફિલ્ટર પ્લાન્ટમાંથી જે પાણી આપવામાં આવે છે. તેમાં ક્યાંક ને ક્યાંક ગંદુ પાણી મિક્સ થતું હોવાથી શહેરીજનોમાં રોગચાળો ફેલાય તેવી દહેશત જોવા મળી હતી.