- શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.વિમલ કગથરાએ ચાર્જ સંભાળ્યો
- લાભપાંચમના દિવસે શહેર પ્રમુખે સંભાળ્યો ચાર્જ
- ડૉ. વિમલ કગથરા સામે અનેક પડકારો
જામનગરઃ જિલ્લા પ્રમુખ તરીકે રમેશ મુગરા અને શહેર પ્રમુખ તરીકે વિમલ કગથરાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ, કૃષિપ્રધાન આર.સી.ફળદુ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.વિમલ કગથરાએ ચાર્જ સંભાળ્યો જામનગર જિલ્લા અને શહેરમાં પાટીદાર પ્રમુખોની વરણી
જામનગર જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ બંને પાટીદારને બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને આગામી કોર્પોરેશનની ચૂંટણી તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર જામનગર જિલ્લામાં મહત્વનું હોવાને કારણે બંને પ્રમુખો પાટીદાર સમાજમાંથી નિયુક્ત કરવામાં આવ્યા છે.
જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.વિમલ કગથરાએ ચાર્જ સંભાળ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેર ભાજપના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ડો.વિમલ કગથરાને પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.વિમલ કગથરાએ ચાર્જ સંભાળ્યો