જામનગર જિલ્લામાં વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત સાથે ચૂંટણી અધિકારીઓ તરફથી પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. આ ચૂંટણી અનામત બેઠક પર લડાઇ રહી છે. હાલ આ બેઠક પર કોંગ્રેસનો કબ્જો હતો. જોકે ઉમેદવારનું અવસાન થતાં ફરી પેટા ચૂંટણી યોજવામાં આવી છે. તો ભાજપે એડીચોટીનું જોર લગાવી ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરી છે.
જામનગરમાં જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી, ભાજપે લગાવ્યું એડીચોટીનું જોર
જામનગર: આજે જામનગર જિલ્લા પંચાયતની પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થઈ રહી છે. જેમાં ભાજપમાંથી રમેશ સિંહ તો કોંગ્રેસમાંથી અમિત પરમાર ચૂંટણી લડી રહ્યાં છે. જેમાંથી લાખાબાવળ, મસીતીયા ચેલા ચગાના 20 હજાર જેટલા મતદારો પોતાના મતનો ઉપયોગ આ પેટા ચૂંટણીમાં કર્યો હતો.
જામનગરમાં જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી, ભાજપે લગાવ્યું એડીચોટીનું જોર
અત્રે ઉલ્લેખનીય છે કે, મતદારોમાં બપોરના અઢી વાગ્યા સુધીમાં આ પેટાચૂંટણી માટે ઉત્સાહ જોવા મળ્યો નથી. તેમજ ધીમી ગતિએ મતદાન થઇ રહી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અઢી વાગ્યા સુધીમાં માત્ર 25 ટકા મતદાન થતાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.