ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે માસ્ક અને ધ્વજનું ફ્રીમાં વિતરણ - કોરોના

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ફ્રીમાં માસ્ક અને ધ્વજ વિતરણ કરવામાં આવ્યા હતાં. જામનગરમાં ચાંદીબજાર પાસે આવેલ મહાત્મા ગાંધીના પૂતળા પાસે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Jamnagar
જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે માસ્ક અને ધ્વજનું ફ્રી માં વિતરણ

By

Published : Aug 16, 2020, 9:30 AM IST

જામનગર: શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ફ્રીમાં માસ્ક અને ધ્વજ વિતરણ કરવામાં આવ્યા હતા. જામનગરમાં ચાંદીબજાર પાસે આવેલ મહાત્મા ગાંધીના પુતળા પાસે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રસ્તેથી નીકળતા રાહદારીઓને ફ્રીમાં માસ્ક આપવામાં આવ્યા હતા.

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે માસ્ક અને ધ્વજનું ફ્રી માં વિતરણ

હાલ જે પ્રકારે વૈશ્વિક કોરોનાની મહામારી જોવા મળી રહી છે, ત્યારે લોકોમાં જાગૃતિ આવે તેમજ લોકો માસ્ક પહેરે તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને ચાંદી બજાર વિસ્તાર એ અતિ ગીચ વિસ્તાર છે, અહીં લોકોની ભારે અવરજવર થતી હોય છે, ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો દ્વારા ફ્રીમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફ્રીમાં માસ્ક અને ધ્વજ વિતરણ કરવામાં આવ્યા હતાં. જો કે, હજુ સુધી કોરોનાની કોઈ દવા શોધાઇ નથી. જેના કારણે લોકોએ ઘરની બહાર નીકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ તેવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details