ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન - Disturb the locals

જામનગર: વોર્ડ નંબર 12ના રહીશો ઉભરાતી ગટરની સમસ્યાથી પરેશાન છે. જેને લઈને સ્થાનિકોએ શહેરના લાલ બંગલા સર્કલથી કોર્પોરેશન સુધી રેલી યોજી મહાનગર પાલિકાના કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું.

Jamnagar
જામનગર

By

Published : Jan 20, 2020, 5:09 PM IST

જામનગરમાં વોર્ડ નંબર 12માં મોરકડાંથી સનસીટી સુધીમાં ખુલ્લી ગટર સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની છે. ખુલ્લી ગટરને કારણે રોગચાળાની દહેશત વધી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આજરોજ મોટી સંખ્યામાં રહીશોએ રેલી કાઢી ગટરની સમસ્યા જલદી દુર કરવા મહાનગર પાલિકાના કમિશનરને ખાતે આવેદન પત્ર આપ્યું હતું.

ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન

ABOUT THE AUTHOR

...view details