ધ્રોલ કેન્દ્ર સતત ત્રીજા વર્ષે પ્રથમ, જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી ETV સાથે ખાસ વાતચીત - latest news of jamnagar
ગુજરાતમાં આજે 17 મેના રોજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ગવર્મેન્ટની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા પરિણામમાં જામનગર જિલ્લાનું પરિણામ 80.88 ટકા છે.
ધ્રોલ ધોરણ 12ના પરિણામ પર સતત ત્રીજા વર્ષે પ્રથમ
જામનગરઃ જિલ્લાના ધ્રોલ કેન્દ્રનું પરિણામ સતત ત્રીજા વર્ષે રાજ્યમાં પ્રથમ આવ્યું છે. જામનગર જિલ્લામાંથી કુલ 2,117 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાંથી 1,717 જેટલા વિદ્યાર્થીઓ સારા માર્કસે પાસ થયા છે.