જામનગરઃ સેતુએ સ્વિડન અને ભારતમાં ચેરીટીના અને માનવતાવાદીના અનેક કાર્યો કરે છે. કોવિડ-૧૯ મહામારીમાં ભારતના મુંબઈ, પુણે, કોલકાતા, ચેન્નાઈ અને દિલ્હીના વિસ્તારોમાં સેતુ દ્વારા અલગ-અલગ ઈનિશિએટીવ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ધવલભાઇ વિઠલાણી પોતાના માદરે વતનને યાદ કરીને અહીંની જી.જી.હોસ્પિટલના ડોક્ટરોની સુરક્ષા હેતુ ૫૦ પી.પી.ઈ કીટ અને સતત ફિલ્ડ પર કાર્યરત કોરોના વોરિયર્સ પોલીસકર્મીઓ માટે ૨૦૦ ફેસ શિલ્ડ અર્પિત કર્યા છે.
વિદેશમાં રહીને પણ દેશપ્રેમી ધવલ વિઠલાણીએ જામનગરના કોરોના વોરિયર્સને કરી મદદ - corona effect in jamnagr
મૂળ જામનગરનાં અને હાલ સ્વીડન સ્થાયી થયેલા ધવલભાઇ વિઠલાણી અને તેમના ભારતીય મિત્રો અયોન ચક્રવર્તી, અભય મહેતા, અરુણ મોહન, શન્મુગરાજ યાદવ, જયતા ભટ્ટાચાર્ય દ્વારા સ્વીડનમાં સેતુ નામક એન.જી.ઓ. ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે, શહેરની જી.જી.હોસ્પિટલ અને પોલીસકર્મીઓને માટે પી.પી.ઈ કીટ મોકલવામાં આવી હતી.
જામનગરના રમેશભાઈ દત્તાણી,રોહિતભાઈ વિઠલાણી,ગીરીશભાઈ વિઠલાણી તેમજ જેનીશભાઈ દત્તાણીના હસ્તે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાને અર્પિત કરાયા હતા.
આ તકે રાજ્યપ્રધાનએ ધવલભાઈને બિરદાવતા કહ્યું હતું, કે સામાન્ય રીતે લોકો વતન છોડીને બહાર જતા પોતાના દેશને ભૂલી જતા હોય છે, પરંતુ પોતાના દેશને યાદ રાખીને આ સંકટના સમયમાં ધવલભાઇ દ્વારા જે મદદ કરવામાં આવી છે તે ખૂબ પ્રશંસનીય છે અને આ મદદને રમેશભાઈ દત્તાણી, રોહિતભાઈ વિઠલાણી, જેનીશભાઇ દત્તાણી, ગીરીશભાઇ વિઠલાણી દ્વારા જામનગરના આંગણે પહોંચાડવામાં આવી છે તે માટે તેઓને પણ બિરદાવું છું.