ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર મનપા વિરોધ પક્ષ નેતા તરીકે ધવલ નંદા, ઉપનેતા તરીકે રાહુલ બોરીચાની વરણી - જામનગર મહાનગરપાલિકા

જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની આજે નિમણૂક કરવામાં આવી (Dhawal Nanda elected as Opposition Leader of JMC) હતી. જેમાં પાલિકાના (Jamnagar Municipal Corporation) વિપક્ષ નેતા તરીકે ઈતિહાસમાં પ્રથમ વખત ભાનુશાળી સમાજમાંથી આવતા અને વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર ધવલ નંદાની નિમણૂક કરવામાં આવી (dhaval nanda lop of jmc) છે.

Dhawal Nanda elected as Opposition Leader of JMC
Dhawal Nanda elected as Opposition Leader of JMC

By

Published : Jan 3, 2023, 10:38 PM IST

જામનગર મનપા વિરોધ પક્ષ નેતા તરીકે ધવલ નંદાની વરણી

જામનગર:જામનગર મહાનગર પાલિકામાં વિપક્ષના નેતા તરીકે અગાઉથી નક્કી થયેલ અનુંસાર ધવલ સુરેશભાઈ નંદાની વરણી કરવામાં આવી (Dhawal Nanda elected as Opposition Leader of JMC) છે. પ્રદેશમાંથી આવેલા એક કવરને ખોલીને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમે (Former Congress MLA Vikram Madam) એમના નામની જાહેરાત કરી દીધી હતી. જોકે, રાજ્ય કક્ષા એ હોય કે શહેરી કક્ષાએ કોંગ્રેસમાં પડેલી તિરાડને મજબુત રાખવા માટે પ્રયાસો શહેરી વિસ્તારથી શરૂ થઈ ગયા છે.

કવર ખોલીને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમે નામની જાહેરાત કરી

કોંગ્રેસે ગોઠવણી કરવાનું શરૂ કરી:ખાસ કરીને કોર્પોરેશનમાં (Jamnagar Municipal Corporation) અને નગરપાલિકાઓમાં કોંગ્રેસે ગોઠવણી કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરીથી સ્થાનિક કક્ષાએ મજબુત થવા માટે પ્રયાસ કરી રહી છે. જેની શરૂઆત જાણે જામનગરથી થઈ હોય એવું આ પરથી લાગી રહ્યું છે. કોર્પોરેશનમાં ઉપનેતા તરીકે બહુજન સમાજવાદી પાર્ટીના રાહુલ બોરીચા (Rahul Boricha elected as Deputy Leader jmc) , દંડક તરીકે કોંગ્રેસના સમજુબેન પારીયાને જવાબદારી સોંપાઈ છે. જોકે, જોવાનું એ રહે છે કે, કોંગ્રેસની આ નવી ટીમ લોકલક્ષી વિરોધ કેવો અને કેટલો કરે છે.

જામનગર મહાનગરપાલિકા

સર્વ સંમતિથી નેતાની વરણી:ધવલ નંદાએ પૂર્વ કોંગ્રેસ નેતા આનંદ રાઠોડ પાસેથી ચાર્જ લીધો (Dhawal Nanda elected as Opposition Leader of JMC) હતો. શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ મહામંત્રી મકવાણા, જૈનબ ખફી, પૂર્વ નેતા અલ્તાફ ખફી, કાસમ જોખીયા, રચનાબેન નંદાણીયા, પાર્થ પટેલ સહિત અનેક કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વિપક્ષ નેતા ધવલ નંદાની વરણી થતા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોર્પોરેશનના મેદાનમાં ફટાકડા ફોડ્યા હતા. આ સાથે શુભેચ્છાઓ પણ પાઠવી (Dhawal Nanda elected as Opposition Leader of JMC) હતી. ધારાસભ્ય વિક્રમ માડમે પત્રકારોને (Former Congress MLA Vikram Madam) જણાવ્યું હતું કે, સર્વ સંમતિથી આ નેતાની વરણી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઆયુષ્માન કાર્ડમાં રૂપિયા 6500 કરોડની દાવા નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

નવા હોદેદારોની નિમણૂક: જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નવા નેતાની વરણી કરવામા (Dhawal Nanda elected as Opposition Leader of JMC) આવી. આનંદ રાઠોડની ટર્મ પૂરી થતા વિરોધ પક્ષ નેતા પદે ધવલ નંદાની વરણી કરવામાં આવી (Dhawal Nanda elected as Opposition Leader of JMC) છે. ઉપનેતા પદે વોર્ડ નં 6ના BSP કોર્પોરેટર રાહુલ બોરિચાની વરણી કરાઈ છે. જ્યારે દંડક પદે વોર્ડ નં 1ના કોર્પોરેટર સમજુબેન પારિયાની વરણી કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના આગેવાનોએ ફૂલહાર કરી અભિનંદન આપ્યા હતા. આનંદ રાઠોડની વિરોધ પક્ષ નેતા પદ તરીકેની 1 વર્ષની ટર્મ પૂરી થઈ છે ત્યારે ચાલુ વર્ષ માટે નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચોરાજકોટમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોડા આવતા ફટકારાઈ નોટિસ

ફટાકડા ફોડી જશ્ન:જામનગર મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં કોંગીજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ નગારા વગાડી તેમજ ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો હતો. ધવલ નંદાએ જણાવ્યું કે તેઓ પ્રજાના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને વાચા આપશે અને નાનામાં-નાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરશે. પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું કે જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાની પૂર્ણ થતા ધવલ નંદાને કમાન સોંપવામાં આવે છે અને જે કોંગ્રેસ વિચારધારાઓને વધુ વેગવંતી બનાવશે

ABOUT THE AUTHOR

...view details