ગુજરાત

gujarat

ETV Bharat / state

હાથરસ દુષ્કર્મ મામલે જામનગરમાં લોકશાહી બચાવો મંચ દ્વારા ધરણા કાર્યક્રમ - Democracy Defense Forum

દેશભરમાં હાથરસ દુષ્કર્મ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે લોકશાહી બચાવો મંચ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.

હાથરસ દુષ્કર્મ મામલે જામનગરમાં લોકશાહી બચાવો મંચ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો
હાથરસ દુષ્કર્મ મામલે જામનગરમાં લોકશાહી બચાવો મંચ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો

By

Published : Oct 7, 2020, 2:24 PM IST

જામનગરઃ દેશભરમાં હાથરસ દુષ્કર્મ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે લોકશાહી બચાવો મંચ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. સાથે સાથે લોકશાહી બચાવો મંચ દ્વારા માગ કરવામાં આવી છે કે, યુવતીનો મૃતદેહ શામાટે રાતોરાત સળગાવી નાખવામાં આવ્યો, તેમના પરિવારજનોને મૃતદેહ આપવામાં ન આવતા લોકશાહી બચાવો મંચના સભ્યોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

તો જામનગર શહેરમાં પણ દુષ્કર્મની ઘટના બનતા ફિટકાર વરસી રહ્યો છે. જામનગર અને જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં પણ દુષ્કર્મની ઘટના બનતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

હાથરસ દુષ્કર્મ મામલે જામનગરમાં લોકશાહી બચાવો મંચ દ્વારા ધરણા કાર્યક્રમ
ભારત દેશમાં છેલ્લા સાત વર્ષમાં બે લાખ 68 હજાર યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી. છેલ્લા 70 વર્ષમાં જેટલી દુષ્કર્મની ઘટના ન હતી બની એટલી છેલ્લા 7 વર્ષમાં બની છે જે સમગ્ર ભારત માટે ચિંતાનો વિષય છે.
હાથરસ દુષ્કર્મ મામલે જામનગરમાં લોકશાહી બચાવો મંચ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો
સાથે સાથે લોકશાહી બચાવો મંચ દ્વારા યુવતીને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમજ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના રાજીનામાની પણ માગ કરાઇ છે.

ABOUT THE AUTHOR

...view details