ગુજરાત

gujarat

By

Published : Oct 22, 2022, 2:12 PM IST

ETV Bharat / state

વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાના દેશમાં કરે છે આયુર્વેદિકનો પ્રસાર પ્રચાર

જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં 50 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ આ વર્ષે પણ ધનવંતરી દિવસની (Dhanvantari Day Celebration in Jamnagar) ઉજવણી કરશે. આ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યા બાદ પોતાના દેશમાં જઈ અને આયુર્વેદિકનો પ્રસાર અને પ્રચાર કરે છે. (Jamnagar Ayurvedic University foreign student)

વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાના દેશમાં કરે છે આયુર્વેદિકનો પ્રસાર પ્રચાર
વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાના દેશમાં કરે છે આયુર્વેદિકનો પ્રસાર પ્રચાર

જામનગરશહેરમાં આવેલા ITRAમાં છેલ્લા છ વર્ષથી ધનવંતરી દિવસની ભવ્ય (Dhanvantari Day Celebration in Jamnagar) ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ધન્વંતરી દિવસની ઉજવણી કરવામાં આવશે. જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં 50 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કર્યા બાદ પોતાના દેશમાં જઈ અને આયુર્વેદિકનો પ્રસાર અને પ્રચાર કરે છે. (Dhanvantari Day 2022)

વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાના દેશમાં કરે છે આયુર્વેદિકનો પ્રસાર પ્રચાર

વિદેશી લોકો પોતાના દેશ ઉપચારો કરે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા સમય પહેલા જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારે ITRAમાં આવેલા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડીના કોડીનેટર નેહા ટાંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિદેશી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કર્યા બાદ પોતાના દેશમાં જાય છે અને ત્યાં આયુર્વેદિક ઉપચારો કરે છે અને સમાજ ઉપયોગી કામગીરી કરે છે.(Dhanvantari Day in Jamnagar University)

હર દિન હર ઘર આયુવેર્દિક થીમ ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 વર્ષથી જામનગરમાં વિદેશી વિધાર્થીઓ આયુર્વેદિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવે છે. હર દિન હર ઘર આયુવેર્દિક થીમ પર આ વર્ષે ધનવંતરી દિવસની ઉજવણીકરવામાં આવશે. જેમાં અનેક વિદેશી સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા છે. જે તે દેશમાં MoU થયા ત્યાં અવનવી રીતે ધનવંતરી દિવસની ઉજવણી કરવામાં આવશે. ITRAમાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મના અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં વિદેશી વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં લાભ લે છે. (Foreign Student at Jamnagar University)

વિદેશી અભ્યાસ કરતા વિર્ધાથીએ શું કહ્યું ઇરાનથી અભ્યાસ કરવા આવેલ આઝરા લોટફી જણાવી રહી છે કે, ભારતીય સંસ્કૃતિની ખૂબ પ્રભાવિત થઈ છે, તો કેન્યાથી આવેલ વેરોનીકા ચિબોઈ તો છેલ્લા છ વર્ષમાં ભારતીય ભાષા પણ (Jamnagar ITRA) શીખી ગઈ છે અને કડકડા હિન્દી તેમજ સંસ્કૃત શ્લોક બોલે છે. યુગાન્ડાથી આવેલ સમી મુગીશા અભ્યાસ કર્યા બાદ પોતાના દેશમાં આયુવેર્દિક સેન્ટર ખોલશે અને લોકોનો ઉપચાર કરશે. તો બ્રાઝિલથી ફર્નાડો ઓલિવર પોતાની વાઈફ સાથે અહીં રહે છે, પત્ની વનેસા ઓલિવર બીમાર હોવાથી તેનો આયુર્વેદિક ઉપચાર કરવામાં આવી રહ્યો છે.(Jamnagar Ayurvedic University foreign student)

ABOUT THE AUTHOR

...view details