અત્યાર સુધીમાં જી જી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કારણે કુલ 12 મોત થયા નીપજ્યા હતા. ચાલુ સીઝનના ડેન્ગ્યુથી કુલ મોતનો આંક 15 પહોંચ્યો છે.0 ગઈકાલે ડેન્ગ્યુ 103 પોઝિટિવ કેસ નોંધાયા હતા.તો હાલ 218 ડેન્ગ્યુના દર્દીઓ સારવાર હેઠળ છે.
જામનગરની જી જી હોસ્પિટલમાં ડેન્ગ્યુથી મોત - ડેન્ગ્યું પોજીટીવના દર્દીનું સારવાર દરમિયાન મોત
જામનગર: જામનગરની જી.જી.હોસ્પિટલમા દાખલ થયેલા ડેન્ગ્યુનાં દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ૪૫ વર્ષીય ભીમરાણાના અરજણભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લામાં રોગચાળો સતત વધી રહ્યો છે. જેથી ડેન્ગ્યુના પોઝિટિવ કેસમાં પણ વધારો જોવા મળ્યો હતો.

જામનગરની જી જી હોસ્પિટલમાં વધુ એક ડેન્ગ્યુના દર્દીનું મોત નીપજ્યું
જામનગર પથકમાં ડેંગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે. એક બાજુ વહીવટીતંત્ર એવા દાવા કરી રહ્યું છે કે, ડેન્ગ્યુ કાબુમાં લેવા માટે તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ દિવસે દિવસે દર્દીના મોતની સંખ્યા સતત વધતી જતી જોવા મળી રહી છે.
જામનગરની જી જી હોસ્પિટલમાં ડેન્ગ્યુથી મોત
જો કે હોસ્પિટલમાં રાજ્ય સરકારે રૂપિયા 50 લાખ ફળવ્યા છે છતાં પણ ડેન્ગ્યુ નાથવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ગઈ કાલે જ રેકોર્ડ બ્રેક 103 ડેન્ગ્યુના દર્દીઓ નોંધાતા ફરી તંત્ર હરકતમાં આવ્યું છે.