જૂનાગઢઃ સરકાર દ્વારા અનલોક-2માં જાહેર કાર્યક્રમો અને પ્રસંગો યોજવા મંજૂરી આપવા માગ કરી છે. જૂનાગઢ કેશોદ લાઈટ,મંડપ, સાઉન્ડ, ડેકોરેશન, ફોટોગ્રાફી એસોસિયેશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
સરકાર દ્વારા અનલોક-2માં જાહેર કાર્યક્રમો અને પ્રસંગો યોજવા મંજૂરી આપવા માગ - સરકાર દ્વારા અનલોક-2માં જાહેર કાર્યક્રમો અને પ્રસંગો યોજવા મંજૂરી આપવા માગ કરી
- જૂનાગઢ કેશોદ લાઈટ, મંડપ, સાઉન્ડ, ડેકોરેશન, ફોટોગ્રાફી એસોસિયેશન દ્વારા રજૂઆત કરવામાં આવી
- જેમાં તમામ હોદ્દેદારો અને વેપારીઓ જોડાયા
જૂનાગઢ કેશોદ મંડપ,લાઈટ, સાઉન્ડ, ડેકોરેશન, ફોટોગ્રાફી એસોસિયેશન દ્વારા લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં છેલ્લા ત્રણેક મહિનાથી ધંધા,રોજગાર બંધ હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
મંડપ ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, વીડિયોગ્રાફી ફોટોગ્રાફી,લાઈટ ડેકોરેશનનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સાથે જોડાયેલા મજૂરો કારીગરો પણ ત્રણેક મહિના જેવાં સમયથી કામ ધંધા રોજગાર વગર ઘરે બેઠા છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈનમાં સુધારા-વધારા કરી જાહેર કાર્યક્રમો અને સામાજિક પ્રાસંગિક પ્રસંગો માટે મંજૂરી અનલોક-2 માં આપવામાં આવે એવી માગ કરી છે.
કેશોદ શહેર-તાલુકામાં મંડપ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ ફલાવર ડેકોરેશન અને ફોટોગ્રાફી વીડિયોગ્રાફીનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા મામલતદાર કચેરીએ પહોંચી લેખિત રજૂઆત કરી હતી. જેમાં તમામ હોદ્દેદારો અને વેપારીઓ જોડાયા હતાં. કોરોના વાઇરસનાં કારણે લાગું કરવામાં આવેલા લોકડાઉન માર્ચ મહિનામાંથી જૂન મહિના સુધી અમલવારી કરવામાં આવતાં લગ્નગાળાની સીઝન નિષ્ફળ ગયેલી છે, ત્યારે આવનારાં દિવસોમાં થોડીઘણી રોજગારી મળી રહે એ માટે અનલોક-2માં છુટછાટ આપવા રજૂઆત કરી છે.