જામનગર : જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસના કેસ વધારે નથી. જોકે આગાઉ એક નાના બાળકને કોરોના પોઝિટિવ આવતા તેનું મૃત્યુ થયું હતું. કોરોનાના રેસમાં વધારો ન થાય તે માટે જામનગરના રાજવી જામ શત્રુશલ્યજીએ લોકડાઉન વધારવાની માગ કરી છે. તેમણે લોકડાઇન વધારવાની માગ સાથે સરકારને પત્ર લખ્યો છે.
જામનગરના રાજવીઓ દ્વારા લોકડાઉન વધારવાની માંગ - જામનગરના રાજવીઓ દ્વારા લોકડાઉન વધારવાની માંગ
વિશ્વભરમાં કોરોના વાઇરસની મહામારી જોવા મળી રહી છે, ત્યારે અનેક દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વના 180થી વધુ દેશોમાં હાલ લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે જામનગરના રાજવીઓ દ્વારા લોકડાઉન વધારવાની માગ કરવામાં આવી છે.
![જામનગરના રાજવીઓ દ્વારા લોકડાઉન વધારવાની માંગ જામનગરના રાજવીઓ દ્વારા લોકડાઉન વધારવાની માંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6775597-264-6775597-1586774078369.jpg)
જામનગરના રાજવીઓ દ્વારા લોકડાઉન વધારવાની માંગ
આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે, લોકડાઉન હજુ આગળ વધારવું જોઈએ અને લોકોએ સરકારના નિર્ણયને આવકારી પૂરો સહયોગ આપવો જોઈએ. લોકો ઘરમાં અકડામણ અનુભવી રહ્યા છે, તેમને પણ રાજવીએ સલાહ આપી હતી અને તમામ લોકો ઘરમાં રહો અને સુરક્ષિત રહો તેવી શુભેચ્છા પાઠવી હતી.