છેલ્લા 15 દિવસમાં વાવાઝોડાના એલર્ટના કારણે માછીમારો દરિયો ખેડી શક્યા નથી. જામનગરમાં બેડી બંદર પોર્ટ ખાતે હાલ 700 જેટલી બોટને લગાવવામાં આવી છે, ત્યારે જામનગરના માછીમારોની માગ છે કે જે પ્રકારે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને વળતર આપવામાં આવે છે, તે રીતે વાવાઝોડાના કારણે માછીમારોને થયેલી આર્થિક ખોટ માટે તેમને સહાય આપવામાં આવે.
જામનગરમાં ખેડૂતો બાદ માછીમારોને સહાય આપવાની માગ ઉઠી - માછીમારોની મુશ્કેલીઓ
જામનગરઃ વાવાઝોડાના પગલે જામનગરના માછીમારો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 20 દિવસથી એલર્ટ હોવાથી માછીમારો દરિયો ખેડી શક્યા નથી. જેથી તેમની આર્થિક સ્થિતિ નબળી બની છે. તેની સામે સરકાર દ્વારા તેમને સહાય ચૂકવાય તેવી માગ પ્રબળ બની છે.
assistance to fishermen
રાજ્ય સરકાર દ્વારા જામનગરના માછીમારોને ન તો ઈંધણ આપવામાં આવે છે કે ન કોઈ સરકારી યોજનાના લાભ, જેથી માછીમારોમાં નારાજગી જોવા મળી રહી છે.