સરકાર દ્વારા આ વિવિધ વસ્તુઓમાં રાહત યોજના બહાર પાડી જરૂરિયાતમંદોને લાભ આપવામાં આવતા હોય છે. જેમાં વીજ બિલ માફી, વન ટાઈમ શોપ લાઈસન્સ રજીસ્ટ્રેશન તેમજ ખેડૂતોને રાહત વગેરેના લાભ આપવામાં આવે છે.
સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરવામાં 50 ટકા રાહત આપવાની માંગ - mansukh solanki
જામનગરઃ વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરતી વખતે ખરીદનાર દ્વારા સરકારી નિયમો કરતા ઓછી સ્ટેમ્પ ડ્યુટી વાપરવામાં આવેલી હોય તેવા કારણોસરના ઘણાં દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં વર્ષોથી પડેલા છે.
આ લાભો આટલી મોંઘવારી અને આર્થિક મંદીમાં લોકો માટે ઉપયોગી સાબિત થાય છે. ત્યારે સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં ઘણાં વર્ષોથી પડતર પડેલા દસ્તાવેજ કેસમાં પણ પ્રજાને 50 ટકાની લાભકારી સ્કીમ અમલમાં લાવશે અને તેનો લાભ મેળવી તેઓ પોતાના સ્ટેમ્પ કચેરી મૂલ્યાંકન કચેરીમાંથી દસ્તાવેજો છોડાવી લે તેવી છેલ્લી આશા છે. જો સરકાર દ્વારા આ વિષયને ધ્યાને લઈને 50 ટકા રાહત અને સ્કીમ લાવવામાં આવે તો લોકોને લાભ થશે અને તેની સાથે સાથ સરકારને પણ ઘણી આવક રિકવરી થશે. આ માંગણી સાથે સોમવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.