ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના લાલપુરમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પોલીસ સ્ટેશન લોકાર્પણના વાંકે ખાઈ રહ્યું છે ધૂળ

જામનગરના લાલપુરમાં(Lalpur village of Jamnagar district) આશરે દોઢ વર્ષ અગાઉ તૈયાર થયેલ પોલીસ સ્ટેશન બિલ્ડીંગ લોકાર્પણના(Dedication of Police Station Building) વાંકે ધૂળ ખાઈ રહ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલું નવુનકોર બિલ્ડીંગમાં કામગીરી ઠપ્પ છે. લોકો લાખ ચોર્યાસીનો ફેરો ફરી ગામથી દૂર આવેલ પોલીસ સ્ટેશનમાં(Lalpur Police Station) રજુઆત કરવા મજબૂર છે.

જામનગરના લાલપુરમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પોલીસ સ્ટેશન લોકાર્પણના વાંકે ખાઈ રહ્યું છે ધૂળ
જામનગરના લાલપુરમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પોલીસ સ્ટેશન લોકાર્પણના વાંકે ખાઈ રહ્યું છે ધૂળ

By

Published : Nov 26, 2021, 7:54 AM IST

  • લાલપુરમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પોલીસ સ્ટેશન ખાઈ રહ્યું ધૂળ
  • દોઢ વર્ષથી તૈયાર થયેલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ન કરતા લોકો પરેશાન
  • લાખ ચોર્યાસીનો ફેરો ફરી ગામથી દૂર આવેલ પોલીસ સ્ટેશનમાં લોકો રજુઆત કરવા મજબૂર

જામનગર: જામનગર જિલ્લાના લાલપુરમાં(Lalpur village of Jamnagar district) આશરે દોઢ વર્ષ અગાઉ તૈયાર થયેલ પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ લોકાર્પણના(Dedication of Police Station Building) વાંકે ધૂળ ખાઈ રહ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલું નવુનકોર બિલ્ડીંગ હોવા છતાં તંત્રના વાંકે ભાડાના મકાનમાં કામગીરી કરવામાં આવી રહ્યું છે. નવું પોલીસ સ્ટેશન ગામની મધ્યમાં આવેલ હોય જેથી લોકોને કોઈ પણ રજૂઆત કરવી હોય તો સરળતા રહે તેમ છે. પરંતું તેનું લોકાર્પણ ન કરતા લોકો લાખ ચોર્યાસીનો ફેરો ફરી ગામથી દૂર આવેલ પોલીસ સ્ટેશનમાં(Lalpur Police Station) રજુઆત કરવા મજબૂર બન્યા છે. આથી લોકાર્પણ અંગે લોકોમાં માંગ ઉઠી રહી છે.

દોઢ વર્ષ જેટલો સમયગાળો વીતવા છતા હજુ સુધી લોકાર્પણ ન થયું!

જામનગર જિલ્લાના લાલપુર ખાતે લોકોની માંગ અને સુવિધાના ઉદ્દેશથી પોલીસ(Lalpur Police) સ્ટેશનનું આધુનિક બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું. જે બિલ્ડીંગ બન્યાને દોઢ વર્ષ જેટલો સમયગાળો વીતવા છતા હજુ સુધી લોકાર્પણ(Dedication of Lalpur Police Station) કારવામાં આવ્યું નથી. માત્રને માત્ર લોકાપર્ણને લીધે નવું પોલીસ સ્ટેશન હાલ કાર્યરત થયેલ નથી. લાખોનું બિલ્ડીંગ હાજર હોવા છતાં તંત્રના વાંકે ભાડાના નાણાનો વ્યય થઈ રહ્યો છે. અંદાજીત અઢી લાખ રૂપીયા જેટલુ ભાડુ સરકારને ખોટી રીતે ચુકવવું પડે છે.

લોકાર્પણની માંગ સાથે રાજકીય, સામાજિક અગ્રણીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત છતાં પરિણામ શૂન્ય

બીજી તરફ લોકોને પણ લાબું અંતર કાપી ગામની બહાર આવેલ હાલ કાર્યરત પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત(Jamnagar police release) માટે જવું પડે છે. જેને લઈને અગાઉ લોકાર્પણની માંગ સાથે રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી કરીને થાક્યા છતાં ઉચ્ચસ્તરેથી આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી નથી. આથી લાલપુરના પ્રજાજનોની પરેશાની પારખી આ ધૂળ ખાતા પોલીસ સ્ટેશનનું તાત્કાલિક લોકાર્પણ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે લોકાર્પણ માટે તંત્રને ફુરસદ નથી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે ? પોલીસ સ્ટેશનના આધુનિક બિલ્ડીંગના લોકાર્પણ પાછળ શેનું ગ્રહણ નડી રહ્યું છે ? તેવો લોકોમાં પ્રશ્ન ઉભો થયો છે.

આ પણ વાંચોઃ વધતી મોંઘવારીમાં વાલીઓને પડતાં પર પાટું, સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો

આ પણ વાંચોઃ ભારતીય વાયુસેનામાં 2 મિરાજ 2000 યુદ્ધ વિમાનોનો સમાવેશ, ગ્વાલિયર એરબેઝ પર પહોંચ્યા

ABOUT THE AUTHOR

...view details