ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર કોવિડ હોસ્પિટલમાં પાકિસ્તાની કેદીનું કોરોનાથી મોત

હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ત્યારે જામનગરની જી.જી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી કોવિડના દર્દીઓ દાખલ થાય છે. જોકે, કચ્છ સરહદ પરથી પકડાયેલા પાકિસ્તાની નાગરિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જામનગરની કોવિડ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.

hospital
જામનગર

By

Published : Dec 4, 2020, 3:18 PM IST

  • જામનગરની કોવિડ હોસ્પિટલમાં પાકિસ્તાની કેદીનું કોરોનાથી મોત
  • અન્ય એક કેદીનું પણ કચ્છની જેલમાં મોત
  • બંને કેદીઓને પાકિસ્તાન મોકલવા માટે સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી

જામનગર : હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ત્યારે જામનગરની જી.જી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી કોવિડના દર્દીઓ દાખલ થાય છે. જોકે, કચ્છ સરહદ પરથી પકડાયેલા પાકિસ્તાની નાગરિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જામનગરની કોવિડ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પાકિસ્તાની નાગરિક છેલ્લા 6 વર્ષથી કચ્છ જિલ્લાની જેલમાં હતો. જોકે, ડોકટરી તપાસમાં પાકિસ્તાની નાગરિકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે જામનગર કોવિડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

જામનગર કોવિડ હોસ્પિટલમાં પાકિસ્તાની કેદીનું કોરોનાથી મોત
પાકિસ્તાનમાં રહેતા તેમના પરિવારજનોને જાણ કરાઇ

જ્યારે બીજી તરફ અન્ય એક પાકિસ્તાની કેદીનું પણ કચ્છ જિલ્લાની જેલમાં મોત નીપજ્યું છે. આ બંને કેદીઓ કચ્છની જિલ્લા જેલમાં હતા. બંને કેદીઓના મૃતદેહ જામનગર કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં રહેતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને મૃતકના મૃતદેહને પાકિસ્તાન મોકલવા માટે તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details