જોડિયામાં પાકમાં ફુગ નીકળતા તેને પણ નુકસાનીના સર્વેમાં સામેલ કરવા ખેડૂતોની માગ, CMને કરી રજૂઆત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ભારે વરસાદથી ખેતીને અનેક ગણું નુકસાન થયું છે, અને મગફળીના પાકમાં ફુગ નીકળતા ખેડૂતો પર પડયા પર પાટુની સ્થિતિ સર્જાઇ છે. જેને લઈને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે આ ફૂગને નુકસાનીના સર્વેમાં સામેલ કરી ખેડૂતોને સહાય આપવા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે.
જામનગર: જિલ્લાના જોડિયા તાલુકામાં ભારે વરસાદથી ખેતીને અનેક ગણું નુકસાન થયું છે, અને મગફળીના પાકમાં ફુગ નીકળતા ખેડૂતો પર પડયા પર પાટુની સ્થિતિ સર્જાઇ છે. જેને લઈને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે આ ફૂગને નુકસાનીના સર્વેમાં સામેલ કરી ખેડૂતોને સહાય આપવા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે.
તાલુકામાં ઓગષ્ટ માસમાં થયેલા ભારેથી અતિભારે વરસાદને લઈને ઉંડ 2, ડેમી 3, આજી 4, કંકાવટી ડેમના દરવાજા ખોલવાના કારણે ખેતીના પાકો અને જમીનનું ધોવાણ મોટા પાયે થયેલા છે. જેને લઈને મગફળી જેવા પાકોને ભારે વરસાદ તથા ડેમોના દરવાજાઓ ખોલવાને લીધે પાણી ખેતરોમાં ભરાઇ જવા પામ્યા હતા.
હાલ વરાપ સાથે ઉઘાડ થતાં મગફળીનો પાક ફુગના લીધે સંપૂર્ણ નાશ પામ્યો છે. જેને લઈને તાલુકાના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જેથી હાલ નુકસાની બાબતે સર્વેની કામગીરી કરવામાં આવી છે. તેમાં મગફળીમા લાગેલા ફુગના કારણે મગફળીના પાકને નુકસાનીના સર્વેમાં સમાવિષ્ટ કરી ધરતીપુત્રોને શકય તેટલા નુકસાનીમાંથી ઉગારી શકાય તેવી રજુઆત કરવામાં આવી છે.