મોડાસા રેપ વિથ મર્ડર કેસનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં દલિત સમાજે વિશાળ બાઈક રેલી યોજી વિરોધ પ્રદશન કર્યું હતું. મોડાસામાં દલિત યુવતીને ચાર દિવસ ગોંધી રાખ્યા બાદ ચાર આરોપીએ રેપ કર્યો હતો. બાદમાં યુવતીના મૃતદેહને વડ સાથે લટકાવી ગુનાને અંજામ આપ્યો હતો. જોકે સમગ્ર મામલે મહિલા આયોગે પણ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. મોડાસાના પી.આઇ રબારી અને એસ.પી મયુર પાટીલ સામે પણ ફોજદારી ગુનો દાખલ કરવાની દલિત સમાજે માંગ કરી છે.
જામનગરમાં મોડાસા દુષ્કર્મના આરોપીને સજા આપવાની માગ સાથે બાઈક રેલી યોજાઇ - dalit community protest on modasa rape case in jamnagar
જામનગરઃ મોડાસા દુષ્કર્મમાં દોષીતોને કડક સજા આપવાની માંગ સાથે અનેક લોકો કેન્ડલ માર્ચ અને વિરોધ કરી રહ્યાં છે. ત્યારે જામનગરમાં દલિત સમાજ દ્વારા પણ દુષ્કર્મના આરોપીને સજા આપવાની માંગ સાથે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
jamnagar
જામનગરમાં લાલ બંગલા સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.