ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: 15 જૂને વાવાઝોડું ગુજરાતને હિટ કરી શકે, 6 જિલ્લાની શાળામાં પ્રવેશોત્સવ મોકુફ

બિપરજોય વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે એમ તે ખતરનાક બની રહ્યું છે. જેમ જેમ એ આગળ વધી રહ્યું છે એમ એની તીવ્રતામાં પણ વધારો થઈ રહ્યો છે. આ વાવાઝોડું દ્વારકાની આસપાસના દરિયાઈ વિસ્તારમાં સમાઈ શકે છે. એવા હાલ સંકેત મળી રહ્યા છે. હવામાન ખાતાએ જાહેર કરેલા એક બુલેટિન અનુસાર વાવાઝોડું ખૂબ જ શક્તિશાળી સાયક્લોનમાં પરિવર્તીત થઈ શકે છે. જેને લઈને હવમાન ખાતાએ યલો મેસેજ બુલેટિન જાહેર કર્યું છે.

Cyclone Biparjoy: 15 જૂને વાવાઝોડું ગુજરાતને હિટ કરી શકે, શાળામાં પ્રવેશોત્સવ મોકુફ
Cyclone Biparjoy: 15 જૂને વાવાઝોડું ગુજરાતને હિટ કરી શકે, શાળામાં પ્રવેશોત્સવ મોકુફ

By

Published : Jun 11, 2023, 2:09 PM IST

પોરબંદર/જામનગરઃઅરબ સાગરમાંથી ઉત્તર પૂર્વ બાજુ આગળ વધી રહેલા વાવઝોડાની તીવ્રતા ક્રમશઃ વધી રહી છે. પાંચ દિવસ સુધી વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. રાજ્યમાં કુલ 60 કિમીથી વધારે ઝડપે પવન ફૂંકાશે. એક્સટ્રિમલી સિવિયર સાયક્લોન બિપરજોયનું જોખમ રાજ્યમાં વધી રહ્યું છે. બપોરના સમયે તે પોરબંદરથી 480 કિમી દૂર અને દેવભૂમિ દ્વારકાથી 530 કિમી દૂર જોવા મળ્યું છે. જ્યારે કરાંચીથી 780 કિમી દૂર જોવા મળ્યું છે. 14 જૂન સુધીમાં તે સૌરાષ્ટ્ર-ક્ચ્છમાંથી સવારના સમયે પસાર થઈ શકે છે.

માંડવીને અસરઃહવામાન ખાતના એક રીપોર્ટ અનુસાર માંડવીને સીધી અસર પહોંચી શકે છે. જ્યારે 15 જૂનના રોજ વાવાઝોડું કરાંચીમાંથી 125થી 135 કિમી ગતિથી પસાર થઈ શકે છે. હવામાન ખાતાના બુલેટિન અનુસાર તારીખ 11 જૂને સાંજે 5.30 વાગ્યા સુધી વાવાઝોડાની તીવ્ર અસર રહી શકે છે. તારીખ 16 જૂનના રોજ આ વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ગુજરાતમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ તથા મોરબીમાં વરસાદ પડી શકે છે. જે છૂટોછવાયો હોઈ શકે છે. 14 જૂને આ વરસાદ પડતા વાતાવરણમાં ફરી એકવખત ઠંડક છવાશે.

ભારેથી અતિભારે વરસાદઃઆ સમયગાળા બાદ ગુજરાતના કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને મોરબીમાં એની અસર જોવા મળી શકે છે. જ્યારે તારીખ 12 અને 13 જૂનના રોજ 160-165 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આ દિવસોમાં સવારથી સાંજ સુધીમાં ક્રમશઃ રીતે પવનની ગતિ વધી શકે છે. જોકે, આ એલર્ટને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી માનવામાં આવે છે. સૌરાષ્ટ્રના બંદરો પર ચાર નંબરનું સિગ્નલ સેટ કરી દેવામાં આવ્યું છે. આ વાવાઝાડું તારીખ 15 જૂન સુધીમાં ગુજરાતને ટકારઈ શકે છે.

પ્રવેશોત્સવ મોકુફઃ વાવાઝોડાને ધ્યાને લઈને દ્વારકા, પોરબંદર, અને કચ્છ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મોકુંફ રખાયો છે. છ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મોકુફ રખાયો છે. બાકીના જિલ્લાઓમાં બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. રાજ્ય સરકારે હવામાનની હાલત જોઈને આ નિર્ણય કર્યો છે. જોકે, 15 જૂને વાવાઝોડું લેન્ડ ફોલ થાય એવી પૂરી સંભાવનાઓ છે. જ્યારે સૌથી વધારે કચ્છ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં વરસાદ થવાની પૂરી સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે. કુલ ચાર જિલ્લાઓમાં સૌથી વધારે જોખમ તોળાઈ રહ્યું છે. જૂનાગઢમાં પણ પ્રવેશોત્સવ મોકુફ રાખવામાં આવ્યો છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details