જામનગરનું ફાયર તંત્ર સજ્જ જામનગર: સંભવિત વાવાઝોડાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જે અનુસંધાને જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ 15 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને તમામ જવાનોને વિવિધ આધુનિક સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યા છે. કુદરતી હોનારત વખતે આમ પણ ફાયર ટીમનું કામ સૌથી અગત્યનું હોય છે.
'ફાયર સ્ટેશન ખાતે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં પણ વૃક્ષો પડવાની ઘટના અથવા તો મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બને ત્યાં તાત્કાલિક ફાયરની ટીમ પહોંચશે અને બચાવ કામગીરી ઝડપથી કરશે.' -ફાયર ઓફિસર
વૃક્ષો ધરાશાયી:જામનગર સહિત સૌરાષ્ટ્રના દરિયાકિનારે સંભવિત વાવાઝોડું સાંજ સુધીમાં ખાપકે તેવી શક્યતા છે. જે પ્રકારે જામનગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદ પણ ખાબકી રહ્યો છે તો પવનની ગતિમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે શહેરમાં 36 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. સમગ્ર જિલ્લામાં 114 જેટલા વીજપોલ ધારાશાયી થયા છે.
અગમચેતીના ભાગરૂપે સતર્કતા: જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે અન્ય જિલ્લામાંથી પણ ફાયરના જવાનોને બોલાવવામાં આવ્યા છે. કુલ જુદી-જુદી 15 ટીમો બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કચ્છ સહિતના કેટલાક જિલ્લાની સરખામણીએ ભાવનગર જિલ્લામાં વાવાઝોડાની અસર ઓછી થાય તેવી શકયા છે પરંતુ અગમચેતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ કાર્યરત રહેશે.
તંત્રની ઉત્કૃષ્ટ કામગીરી:જામનગરના મિગ કોલોનીમા મોટુ ઝાડ જમીનમાંથી ઊખડીને માર્ગ પડ્યું હતું, સદભાગ્ય કોઈ જાનહાની થઈ ન હતી. ફાયર શાખાની ટુકડીએ કરવતની મદદથી ઝાળની ડાળીઓને દૂર કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો છે. ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ એક ડઝન જેટલા ઝાડ ઉખડીને માર્ગ પર પડી ગયા હતા. જે ઝાળની ડાળીઓને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવી દેવાયા છે.
- Cyclone Biparjoy: નૌકાદળના અનેક જહાજો સ્ટેન્ડબાય, આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત બિપરજોય
- Cyclone biparjoy video: અવકાશમાંથી કેવુ દેખાય છે ચક્રવાત બિપરજોય, જૂઓ વીડિયો