- ધ્રોલ નગરપાલિકાના પ્રમુખના અઘ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા મળી
- પડતર વિકાસના કામોને મંજૂરી
જામનગર : ભાજપ શાસિત ધ્રોલ નગરપાલિકામાં બીજી ટર્મમાં મહિલા પ્રમુખ તરીકે જયશ્રીબેન મનસુખભાઇ પરમારે પદભાર સંભાળ્યો હતો. જેમના અઘ્યક્ષ સ્થાને તાજેતરમાં પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરોડો રૂપિયાના પડતર વિકાસના કામોને તેમજ જરૂરી પ્રાથમિક કામોને બહાલી આપવામાં આવી હતી. તેમજ સાથે-સાથે વિવિધ સમિતિઓના ચેરેમેન પદે નિમણૂક પણ કરવામાં આવી હતી.
ધ્રોલ નગરપાલીકાના પ્રમુખના અઘ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા મળી રોડોના વિકાસ કામોને બહાલી અપાઈ
ધ્રોલ નગરપાલિકાના મહિલા પ્રમુખ જયશ્રીબેન પરમારની અઘ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં વિકાસના કામોને બહાલી આપીને વિવિધ સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી.
વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણુંક કરવામાં આવી વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી - કારોબારી ચેરમેન - ગોવિંદભાઇ દલસાણીયા
- બાંધકામ સમિતિ - સવિતાબેન વસરામભાઇ વરુ
- ઇલેકટ્રીક સમિતિ - શરીફાબેન રફાઇ
- પાણી પુરવઠા સમિતિ - મંગુબેન ચાવડા
- વાહન વ્યવહાર - દીપ્તીબેન ભાલોડીયા
- આરોગ્ય સમિતિ - શાંતુબા જાડેજા
ભાજપના આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી
આ સામાન્ય સભા દરમિયાન ભાજપના ધ્રોલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, પુર્વ ધારાસભ્ય મેધજીભાઇ ચાવડા, તુષારભાઇ ભોલડીયા, ધ્રોલ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનસુખભાઇ પરમાર સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્તોની વરણીને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાજપના આગેવાનોએ ઉપસ્થીત રહી શુભેચ્છાઓ પાઠવી