ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં સી. આર. પાટીલ

જામનગર કોર્પોરેશન ચૂંટણીઓમાં ભાજપે કરેલા ઉમદા દેખાવને બિરદાવવા એક અભિવાદન સમારોહ યોજાઈ ગયો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે 50 કોર્પોરેટરોને બિરદાવી કમળનું ફૂલ આપી સન્માનિત કર્યાં હતાં.

જામનગરમાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં સી. આર. પાટીલ
જામનગરમાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં સી. આર. પાટીલ

By

Published : Feb 27, 2021, 6:57 PM IST

  • જામનગર ભાજપે અભિવાદન કાર્યક્રમ યોજ્યો
  • જામનગર કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપનો ઉમદા દેખાવ બિરદાવાયો
  • ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કોર્પોરેટરોને કમળનું ફૂલ આપી સન્માન કર્યું

જામનગરઃ જામનગરમાં યોજાયેલાં ભાજપના અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં ગુર્જર સુથાર સમાજની વાડીએ ભાજપ કાર્યકરો એકઠાં થયાં હતાં. કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત 50 બેઠકો પર વિજય મેળવ્યો છે. જેની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ અવસરે સાંસદ પૂનમ માડમ અને હકુભા જાડેજાએ કરેલી મહેનત રંગ લાવી છે તેમ સી આર પાટીલે જાહેર સભામાં કહ્યું હતું.

જામનગર કોર્પોરેશનમાં સતત છ વખત ભાજપનું રાજ

સમગ્ર રાજ્યમાં કોર્પોરેશન ચૂંટણીમાં 6 મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો છે. ખાસ કરીને પેજ પ્રમુખ કમિટીની કામગીરી પણ ઉત્તમ રહી છે. આમ પણ જામનગરમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. લોકોએ વિકાસને ધ્યાનમાં રાખી ભાજપને મત આપ્યો છે. હવે ચૂંટાયેલા તમામ કોર્પોરેટર લોકોના પ્રશ્નો ઉકેલે તેવી સલાહ પણ સી આર પાટીલે આપી છે.

60 વર્ષની ઉંમર અને ત્રણ ટર્મ પૂર્ણ કરનાર ઉમેદવાર વિશે બોલ્યાં


જાહેર સભામાં સીઆર પાટીલે જણાવ્યું કે જે પ્રકારે ગુજરાતમાં 60 વર્ષથી વધુ ઉંમર અને ત્રણ ટર્મ પૂર્ણ કરેલા કોર્પોરેટરોની ટિકિટ આપવામાં આવી નથી, તે ભાજપ માટે ફાયદાકારક સાબિત થયું છે. હવે યંગ બ્રિગેડ પૂરા જોશથી કામગીરી કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. કારણ કે જામનગરમાં ચૂંટાયેલા 50 કોર્પોરેટરોમાંથી 37 નવા ચહેરા છે અને તે તમામ યુવાનો છે.

ABOUT THE AUTHOR

...view details