ગુજરાત

gujarat

ETV Bharat / state

શું જામનગર ભાજપના 10 કોર્પોરેટરના પત્તા મનપા ચૂંટણીમાં કપાશે? - election news

ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે આગામી સ્થાનિક ચૂંટણીમાં નવા નિયમો બનાવ્યા છે. જે જામનગર ભાજપ માટે આઘાતજનક છે, કારણ કે, ભાજપના જૂના જોગીઓના પત્તા આ નિયમોના લીધે કપાય તેવી શક્યતાઓ છે.

સ્થાનિક ચૂંટણી
સ્થાનિક ચૂંટણી

By

Published : Feb 2, 2021, 10:47 PM IST

  • સી.આર.પાટીલની જાહેરાત બાદ જામનગર ભાજપમાં હડકપ
  • ભાજપના આગેવાનોના સગાઓને પણ ટીકીટ આપવામાં આવશે નહીં
  • 10 જેટલા ભાજપના કોર્પોરેટર ચૂંટણી નહિ લડી શકે

જામનગર: પાલિકા-પંચાયતોની ચૂંટણીના અનુસંધાને મળેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના પ્રથમ દિવસે મહાનગરપાલિકાના અનુસંધાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એવો ધડાકો કર્યો છે કે, આ વખતે ભારતીય જનતા પાર્ટી નવા અંદાજ-નવા મિજાજ અને નવી નીતિ સાથે નવલોહિયા ઉમેદવારો મહાનગરપાલિકાના મેદાનમાં ઉતરશે.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની જાહેરાત

પ્રદેશ પ્રમુખે કહ્યું છે કે, 60 વર્ષથી વધુ વયના દાવેદારને ટિકિટ આપવામાં આવશે નહીં, ત્રણ ટર્મ સુધી નગરસેવક રહી ચુકેલા જૂના જોગીઓની પણ બાદબાકી કરવામાં આવશે. આ ઉપરાંત સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે, ભાજપના આગેવાનોના સગાઓને પણ ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગર ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરાની પ્રતિક્રિયા

જામનગર ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, હાઇ કમાન્ડ જે નિર્ણય લે તે ભાજપના કાર્યકરો સ્વીકારીને ચાલે છે.

ABOUT THE AUTHOR

...view details