જામનગરઃ હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, ત્યારે સરકારી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ હવે જે તે જિલ્લા કલેકટરની મંજૂરી મળ્યા બાદ કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
જામનગરમાં સમર્પણ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ, કોરોનાના દર્દીઓને અપાશે સારવાર
જામનગરમાં સરકારી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. પણ સાથે સાથે જિલ્લા કલેક્ટરની મંજૂરી મળ્યા બાદ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓને સારવાર કરવામાં આવશે.
જામનગરમાં સમર્પણ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ, સેવાભાવી સંસ્થામાં કોરોનાના દર્દીઓને અપાશે સારવાર
જામનગર શહેરમાં છેલ્લા 27 વર્ષથી સેવાભાવી સંસ્થા તરીકે કામ કરતી સમર્પણ હોસ્પિટલમાં પણ આજથી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ છે. જામનગર પથકમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારી વધી રહી છે, ત્યારે જિલ્લા કલેક્ટર એસ. રવીશંકર દ્વારા વિવિધ ખાનગી હોસ્પિટલો પણ કોવિડ માટે આગળ આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે.