જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસે દુષ્કર્મ કેસના આરોપીની અટકાયત કર્યા બાદ જી.જી.હોસ્પિટલમાં તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેેમાં કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સેનિટાઇઝ કરાયુ હતું.
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પકડાયેલા આરોપીનો રિપોર્ટ પોઝિટિવ, પોલીસ સ્ટેશન કરાયું સેનિટાઇઝ - jamnagar covid-19
કાલાવડ ગ્રામ્ય પોલીસે દુષ્કર્મ કેસના આરોપીની અટકાયત કર્યા બાદ જી.જી.હોસ્પિટલમાં તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેના પગલે કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સેનિટાઇઝ કરાયુ હતું.
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પકડાયેલા આરોપીનો રિપોર્ટ પોઝિટિવ
જિલ્લાના કાલાવડમાં કોરોનાનો પગપેસારો થયો છે. જેમાં બામણ ગામનો શખ્સ કોરોના પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે કલમ 306ના ગુનામાં કાલાવડ ગ્રામીણ પોલીસે ધરપકડ કરી હતી. જેનો રિપોર્ટ જામનગર જી.જી.હોસ્પિટલમાં મોકલ્યો હતો. જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો અને તે અનેક પોલીસકર્મીના સંપર્કમાં આવ્યો હોવાનું અનુમાન છે. જેના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. હાલમાં કાલાવડ તાલુકામાં પણ કોરોનાની થયેલી એન્ટ્રીથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.