ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત - gujrat in corona

જામનગર જિલ્લામાં મંગળવારે એક જ દિવસમાં 6 કોરોનાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાલ જામનગરની હોસ્પિટલમાં 29 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે મંગળવારે પાંચ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

જામનગરમાં કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત
જામનગરમાં કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત

By

Published : Jun 17, 2020, 12:39 PM IST

જામનગરઃ મંગળવારે એક જ દિવસમાં જામનગર જિલ્લામાં છ જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અત્યાર સુધી કોરોનાના પોઝિટિવ કેસ જામનગર શહેરમાં નોંધાયા હતા, હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. મંગળવારે 6 પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં તેમાંથી ચાર પોઝિટિવ કેસ ગ્રામ્ય વિસ્તારના હતા.

જામનગરમાં કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય પુરુષ છે. અમદાવાદ ખાતે કોઈ ડ્યુટીમાં ગયા હતા. તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તો જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકાના ગામડામાં પણ પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ જામનગરની હોસ્પિટલમાં 29 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે મંગળવારે પાંચ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
જામનગરમાં કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત

ABOUT THE AUTHOR

...view details