- રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોરોનાથી બચવા કરી અપીલ
- સુરક્ષાનો સતત ખ્યાલ રાખે તો જ આ સંક્રમણથી સમાજને બચાવી શકાશે
- સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, વારંવાર સાબુ અને પાણીથી હાથ સાફ કરો
જામનગરઃ ઉત્તરોત્તર કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના પગલાં લઇ લોકોને સંક્રમણથી બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અનુરોધ કર્યો છે કે, લોકો વગર કારણે ઘરની બહાર ના નીકળે, વયસ્કો-વૃધ્ધો, સગર્ભાઓ અને બાળકો ઘરમાં રહે. પરિવારની જે વ્યક્તિ કામથી બહાર જાય તે પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખો, વારંવાર સાબુ અને પાણીથી હાથ સાફ કરો અને બહારથી લાવેલી વસ્તુઓ જેવી કે, શાકભાજી વગેરે પણ માર્ગદર્શિકા અનુસાર સાફ કરી પછી જ વાપરો.