જામનગરની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિની મુલાકાતે ખંભાળીયાના કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમ માડમ જામનગર ની જીજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના થી થતા મોતનો આંકડો છુપાવવામાં આવી રહ્યા હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો.
જામનગરની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના મૃતકોનો આંકડો છુપાવાતો હોવાનો MLA વિક્રમ માડમનો આક્ષેપ - Corona's death toll was hidden at covid-19 Hospital in Jamnagar
જામનગરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ અને કોંગ્રેસ ધારાસભ્ય જી.જી હૉસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતા. તે દરમિયાન આ હૉસ્પિટલમાં કોરોના મૃતકોની સંખ્યા છૂપાવાતી હોવાના આક્ષેપ કરાયા હતા.
જામનગર
નોંધનીય છે કે, જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે આવેલા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સાથે ટૂંકી મુલાકાત પણ કરી હતી. જો કે, આ સમયે જામનગર મહાનગર પાલિકાના વિપક્ષના નેતા અલતાફ ખફી અને અને કોંગી આગેવાનોને આરોગ્ય સચિવ સાથે મુલાકાત કરતા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.જેને લઈને વિપક્ષના નેતા અને કોંગીજનોમાં નારાજગી પણ જોવા મળી હતી.