ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની હોસ્પિટલમાં જૂનાગઢના કોરોના વોરિયર્સનું મોત

રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાના કારણે રાજ્યમાં હજારો લોકોના મોત થયા છે. જામનગરની જી.જી હોસ્પિટલમાં એક કોરોના વોરિયર્સ સ્ટાફના ભાઈનું મોત થયું છે. થોડા દિવસ પહેલા જી.જી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા નર્સનું પણ કોવિડના સંક્રમણથી મોત થયું હતું.

Corona
કોરોના વોરિયર્સનું સંક્રમણ બાદ મોત

By

Published : Sep 10, 2020, 4:59 PM IST

જામનગર: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ બ્રધરનું બુધવાર મોડી રાત્રે અવસાન થતા હોસ્પિટલના સ્ટાફ પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જીવના જોખમે હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરતા અનેક ડોકટર્સ તેમજ હોસ્પિટલ સ્ટાફના કોરોનાથી મોત થયા છે.

કોરોના વોરિયર્સનું સંક્રમણ બાદ મોત

જી.જી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી સારવાર લઈ રહેલા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સ્ટાફ બ્રધરનું અવસાન થતા પરિજનોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. સ્ટાફ બ્રધરનું અવસાન થતા તેમના મૃતદેહને જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી છે.

જી.એમ.ઇ.આર.એસ જૂનાગઢ હોસ્પિટલના સ્ટાફ બ્રધર વિપુલ કોરીયા જેઓ છેલ્લા ઘણા સમયથી કોવિડ વિભાગ જી. જી. સરકારી હોસ્પિટલ જામનગરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વેન્ટિલેટર પર સારવાર પર હતા. તેમના અવસાન થયા બાદ સંસ્થાના વડા ડો. દિપક તિવારી, ડો. અજય તન્ના, નર્સિંગ અધિક્ષક કાશ્મીરા ઉનડકટ, ટી.એન.એ.આઇ લોકલ એસોસિયેશનના પ્રમુખ ધીરજ મેકવાન, ઉપપ્રમુખ ટિંવકલ ગોહેલ અને ટીમ, તથા નર્સિંગ પરિવારના સભ્યો દ્વારા ફુલહાર સાથે આખરી વિદાય આપી હતી.

કોરોના વોરિયર્સનું સંક્રમણ બાદ મોત

ABOUT THE AUTHOR

...view details