- જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેક્સિનની ડ્રાય રન યોજાઈ
- હડિયાણા અને જોડિયામાં કોરોના વેક્સિનની ડ્રાય રન યોજાઈ
- વ્યક્તિઓને કોરોના વેક્સિન કેમ આપવી તેનું રિહર્સલ કરવામાં આવ્યું
જામનગરઃ જિલ્લાના હડિયાણા અને જોડિયા ખાતે રવિવારના રોજ ત્રણ જગ્યાએ કોરોના વેક્સિનની ડ્રાય રન યોજાઈ હતી. જેમાં ડેમો દરમિયાન વ્યક્તિઓને કોરોના વેક્સિન કેમ આપવી તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
હડિયાણા અને જોડિયામાં કોરોના વેક્સિનની ડ્રાય રન યોજાઈ 75 હેલ્થ વર્કરને અપાઈ રસીઆ સમયે હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો.મોરી અને જોડિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ તેમજ જામનગર જિલ્લાના આરોગ્ય સુપરવાઈઝર વિજય જોષીની આગેવાની હેઠળ જોડિયા તાલુકાના ત્રણ કેન્દ્ર ખાતે કોરોના વેક્સિન માટેની ડ્રાય રનમાં ટોટલ 75 હેલ્થ કેર વર્કસને રસી આપવામાં આવી હતી. હડિયાણા અને જોડિયામાં કોરોના વેક્સિનની ડ્રાય રન યોજાઈ પ્રા.આ.કેન્દ્રના તમામ સ્ટાફની ઉપસ્થિતી
આ રસી દરેક 3 જગ્યાએ 25 જેટલી હેલ્થ કેર વર્કરને આપવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રા.આ.કેન્દ્રના તમામ સ્ટાફની ઉપસ્થિતીમાં યોજવામાં આવ્યો હતો.