ગુજરાત

gujarat

By

Published : Jul 10, 2021, 2:11 PM IST

ETV Bharat / state

જામનગરમાં 2 દિવસ બાદ Corona vaccination શરૂ, વેક્સિનેશનના 20 સેન્ટર પર વહેલી સવારથી લાગી લાંબી લાઈન

રાજ્યમાં 2 દિવસ પછી ફરી એક વાર કોરોના વેક્સિનેશન (Corona vaccination) શરૂ થતા વેક્સિનેશન સેન્ટર્સ પર વેક્સિન લેવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે જામનગરમાં પણ 20 જેટલા સેન્ટર્સ પર કોરોનાની વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. આ તમામ સેન્ટર્સ પર વહેલી સવારથી જ લાંબી કતાર જોવા મળી રહી છે.

જામનગરમાં 2 દિવસ બાદ Corona vaccination શરૂ, વેક્સિનેશનના 20 સેન્ટર પર વહેલી સવારથી લાગી લાંબી લાઈન
જામનગરમાં 2 દિવસ બાદ Corona vaccination શરૂ, વેક્સિનેશનના 20 સેન્ટર પર વહેલી સવારથી લાગી લાંબી લાઈન

  • જામનગરમાં 2 દિવસ પછી ફરી શરૂ થયું કોરોના વેક્સિનેશન (Corona vaccination)
  • જામનગરમાં વેક્સિનેશનના 20 સેન્ટર પર વહેલી સવારથી જોવા મળી લાંબી લાઈન
  • વેક્સિન પ્રત્યે લોકો વધુ જાગૃત થતા વેક્સિનેશન સેન્ટર પર લોકોની ભીડ જામી

જામનગરઃ શહેરમાં આજથી કોરોના વેક્સિનેશન (Corona vaccination)ની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરમાં કુલ જુદા 20 જેટલા સેન્ટર પર આરોગ્ય કર્મચારીઓ (Health workers) દ્વારા આપવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં વેક્સિન લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અહીં વહેલી સવારથી જ લોકો લાંબી લાઈન જોવા મળી રહ્યા છે. તો વેક્સિન અંગેની ગેરમાન્યતાથી દૂર થઈને લોકો વેક્સિન લેવા સેન્ટર્સ પર પહોંચી રહ્યા છે.

વેક્સિન પ્રત્યે લોકો વધુ જાગૃત થતા વેક્સિનેશન સેન્ટર પર લોકોની ભીડ જામી

આ પણ વાંચો-વેક્સિન છેલ્લા 3 દિવસથી બંધ, ભાજપ વેક્સિન આપવામાં નિષ્ફળ: અમિત ચાવડા

જામનગરમાં 60 ટકા લોકોનું વેક્સિનેશન પૂર્ણ

જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 60 ટકા જેટલું વેક્સિનેશન થયું છે. જોકે, જે લોકો વેક્સિન લેવાની બાકી છે. તેઓ વેક્સિન લેવા વિવિધ આરોગ્ય કેન્દ્રો પર આવી રહ્યા છે. જામનગરમાં લોકોમાં વેક્સિન પ્રત્યેની જાગૃતતા વધી છે અને કોરોનાને હરાવવા માટે વ્યક્તિને અક્શિર ઈલાજ છે ત્યારે લોકો વેક્સિન લવા આવી રહ્યા છે.

આ પણ વાંચો-ભૂતસાડ બન્યુ નવસારીનું પ્રથમ 100 ટકા વેક્સિન લેનારૂ ગામ

બે દિવસ વેક્સિન કામગીરી રહી હતી બંધ

જામનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જોકે, વચ્ચે બે દિવસ મમતા દિવસની ઉજવણીના ભાગરૂપેની વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હતું. જામનગર જિલ્લો સમગ્ર દેશમાં વેક્સિન લેવામાં બીજા ક્રમે છે. ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા અને આરોગ્ય શાખા દ્વારા તમામ લોકોને વેક્સિન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં 20 જેટલા આરોગ્ય કેન્દ્ર (Health Center) ઉપર વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, અમુક આરોગ્ય કેન્દ્ર (Health Center) પર લોકોની ભીડ પણ વધુ જોવા મળી રહી છે તો અમુક જગ્યાએ શહેરીજનોએ હોબાળો મચાવ્યા હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details