જામનગરઃ જિલ્લામાં કોરોનાના કેસમાં થોડા ઘણા અંશે ઘટતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. મંગળવારના રોજ 95 જેટલા કેસ નોંધાયા છે.
જામનગર જિલ્લામાં કોરોનાના કેસ ઘટ્યા, મૃત્યુ આંકમાં પણ ઘટાડો - Corona case Jamnagar
જામનગરમાં કોરોનાના કેસમાં ઘટાડો જાવા મળી રહ્યો છે. પાંચ મહિના સુધી કોરોના પોઝિટિવના કેસ 100થી120 નોંધાઇ રહ્યા હતા પરંતુ હાલ આ આંકડો ઘટી રહ્યો છે.
જામનગર જિલ્લામાં કોરોના ગ્રહણ ઘટ્યું સાથે મૃત્યુ આંકમાં પણ ઘટાડો
જામનગરમાં કોરોનાથી થતા મૃત્યુ આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ મહિના કોરોના પોઝિટિવના કેસ 100થી120 નોંધાઇ રહ્યા હતા, તો આ આંકડામાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મંગળવારના રોજ કોરોનાના કુલ 8 દર્દીઓના મૃત્યુ થયા હતા.