- જામનગર શહેરમાં રાજ્યનો પ્રથમ ઓમીક્રોન પોઝિટિવ કેસ
- શહેરમાં ફરી કોરોના કેસમાં વધારો થવા લાગ્યો
- મહાનગરપાલીકા દ્વારા ભરાતી શનિવારી બજાર બંધ કરાવવામાં આવી
જામનગરઃજામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમીક્રોન પોઝિટિવ કેસ( State's first Omicron positive case)આવ્યા બાદ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના તથા ટયુશનમાં આવતા બાળકોના પણ પરિક્ષણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ જામનગરમાં દરરોજ નોંધાતા કેસો (Corona case in Jamnagar )કરતા બુધવારે 7 અને ગુરૂવારે 10 પોઝિટિવ કેસ બાદ શુક્રવારે સતત વધારો થતાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં સંક્રમણ વકરતા મહાનગરપાલિકાની ટીમે (Jamnagar Municipal Corporation)શનિવારી બજાર બંધ કરાવી હતી.
જામનગરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો
કોરોના મહામારીનો કપરો કાળ પૂર્ણ થયા બાદ સાઉથ આફ્રિકામાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની (Omicron variant of Corona in South Africa)એન્ટ્રી થઈ છે. લોકો આ વેરિયન્ટની ઝપટે ચડી ગયા છે, તેમજ અન્ય દેશોમાં પણ ઓમીક્રોનના કેસો નોંધાયા છે. ત્યારે ભારતમાં સૌ પ્રથમ કર્ણાટકમાં ઓમિક્રોનનો પોઝિટિવ કેસ(Corona Omicron in India ) નોંધાયો હતો. ગુજરાતનો સૌ પ્રથમ કેસ (Corona cases in Gujarat )જામનગરના મોરકંડા રોડ પરના વિસ્તારમાં રહેતાં 72 વર્ષના વૃદ્ધનો ગાંધીનગર લેબોરેટરીમાં મોકલેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે કવાયત
ઓમિક્રોનની જામનગરમાં એન્ટ્રી થયા બાદ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો અને તેમને ત્યાં ટયુશનમાં આવતાં સાત બાળકોના પરિક્ષણ કરવામાં આવ્યા હતાં. સદનસીબે તમામ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી હતી. પરંતુ આ રાહત લાંબો સમય રહી ન હતી. કેમ કે,હાલમાં જ રાજસ્થાનમાં યોજાયેલા લગ્ન-પ્રસંગમાં જામનગરના અગ્રણી પરિવારના સભ્યોને કોરોના પોઝિટિવ થયા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોને પરિક્ષણ કરાવવા અપીલ કરી હતી. દરમિયાન બુધવાર સુધી જામનગર શહેર જિલ્લામાં 0 અને 1 જેટલા કેસો નોંધાતા હતાં પરંતુ, બુધવારે એકાએક સાતગણો ઉછાળો આવતા શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા સાત થઈ હતી તેમજ ગુરૂવારે વધુ 10 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં.